Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમવાનું માંગી એક શખ્સે માથામાં ઈંટ ફટકારીઃ
જામનગર તા. ૨૨: કાલાવડના હરિપર મેવાસા ગામના એક પ્રૌઢને મારી ખટપટ કેમ કરસ તેમ કહી એક શખ્સે ફડાકા ઝીંકી ધમકી આપી હતી, જ્યારે નગરમાં લાલવાડી પાસે એક પ્રૌઢ પાસે જમવાનું માંગી એક શખ્સે માર મારવા ઉપરાંત માથામાં ઈંટ ઝીંકી દીધી હતી.
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામના ઓસમાણભાઈ સાજણભાઈ મલેક નામના પૌઢ મંગળવારે બપોરે ગામમાંથી પોતાનું મોટરસાયકલ લઈને ખેતર તરફ જતા હતા ત્યારે રસ્તામાં દોસમામદ હાસમભાઈ હાલાણીએ તેઓને રોકી લીધા હતા.
આ શખ્સે મારી ખટપટ કેમ કરે છે તેમ કહી ગાળો ભાંડયા પછી ફડાકા ઝીંકી દઈ મોટરસાયકલ પરથી ગળુ પકડીને પછાડયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા અન્નપૂર્ણા મંદિર નજીક રહેતા મનસુખભાઈ નાથાભાઈ ચૌહાણ નામના પ્રૌઢ ગઈકાલે જમવાનું લઈને રોડ પર ઊભા રહી તેના ભાઈ રમેશભાઈની રાહ જોતા હતા ત્યારે સંજય ધરમશીભાઈ સોરઠીયા ઉર્ફે કાલીયો આવ્યો હતો. તેણે જમવાનું આપી દેવાનું કહેતા મનસુખભાઈએ અમારા પુરતું જ જમવાનું છે તેવું કહેતા કાલીયાએ ગાળો ભાંડી માર મારવા ઉપરાંત નજીકમાં પડેલી ઈંટ ઉપાડી મનસુખભાઈના માથામાં ઝીંકી હતી. લોહી-લુહાણ બની ગયેલા મનસુખભાઈને સારવારમાં ખસેડાયા છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial