Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેસીસીઆઈ અને સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોની ફલશ્રૂતિ
જામનગર તા. રરઃ જામનગર ચેમ્બરની રજૂઆત તથા હાલારના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ રાજકોટ બેન્ચનો આગામી તા. પ-૮-ર૦ર૬ થી શુભારંભ થશે તેને ચેમ્બરે આવકાર આપ્યો છે.
જામનગર ચેમબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમણિકભાઈ પી. અકબરીના નેતૃત્વ હેઠળ ચેમ્બરના એક પ્રતિનિધિમંડળ જીએસટીએટી રાજકોટ બેંચની ગત્ તા. ૧-૭-ર૦ર૬ ના મુલાકાત લીધી હતી.
આ બેઠકમાં જેસીસીઆઈ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જીએસટી કરદાતાઓના વિશાળ હીતમાં તથા ખાસ કરીને જામનગરના કરદાતાઓના હિતમાં રાજકોટ બેન્ચને વહેલી તકે કાર્યરત કરવા માટે ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતો તથા આપણા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોના અનુસંધાનમાં બેન્ચ દ્વારા જ આમંત્રિત કરવામાં આવ્યા હતાં.
આ દરમિયાન રાજકોટ બેન્ચ-જીએસટીએટીની ઓફિસ તૈયાર થઈ ગઈ છે અને ફર્નિચર તથા હાર્ડવેરના કોન્ટ્રાક્ટરો ટૂંક સમયમાં કામ શરૂ કરનાર છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી આશરે જન્માષ્ટમી પછી મોડામાં મોડું બેન્ચનું પૂર્ણરૂપે કામકાજ શરૂ થવાની શક્યતાઓ દર્શાવામાં આવેલ હતી.
જામનગર ચેમબરની ઉચ્ચ કક્ષાએ કરવામાં આવેલી રજૂઆતો, રૂબરૂ રજૂઆતો તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને લીધે આ ચેમ્બરને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવ્યા અનુસાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અપિલેટ ટ્રિબ્યુનલ રાજકોટ બેન્ચનો આગામી તા. પ-૮-ર૦ર૬ થી શુભારંભ કરવામાં આવશે.
આ રીતે જામનગર ચેમ્બરની રજૂઆત તથા સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા મળેલ છે. જામનગર શહેર જિલ્લાના વેપાર ઉદ્યોગ અને ટેક્સ પ્રોફેશનલ્સને પડતી મુશ્કેલીઓ બાબતે જીસીસીઆઈ હંમેશાંની જેમ સક્રિય રહ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ રીતે અગ્રેસર રહીને કાર્ય કરતું રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial