Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈવે ઓથોરીટીની ગંભીર બેદરકારીઃ
સલાયા તા. ૨૨: સલાયા-ખંભાળિયા ફાટકનું હાલ અંડરબ્રિજનું કામ ચાલુ હોવાથી એ રસ્તો બંધ છે જેથી સલાયા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ફરજિયાતપણે નેશનલ હાઇવે પરથી ખંભાળિયામાં એન્ટ્રી કરવી પડે છે. નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે વાહનચાલકોના માથે દરરોજ મોતનું જોખમ તોળાઈ રહૃાું છે.સર્વિસ રોડ અને હાઇવેના જોઈન્ટ પર જ મોટો ખાડો હોવાથી ત્યાં અકસ્માતનો ભય તોળાઈ રહૃાો છે.સલાયા ચાર રસ્તાથી સર્વિસ રોડ જ્યાં મુખ્ય નેશનલ હાઇવે સાથે જોઈન્ટ (ભેગો) થાય છે, ત્યાં જ એક ખૂબ જ મોટો અને જોખમી ખાડો પડેલો છે.રાત્રિના સમયે અહીં અકસ્માતનો પૂરો ભય છે.આ વ્યસ્ત માર્ગ પરથી દિવસ-રાત નાના-મોટા અસંખ્ય વાહનો પસાર થાય છે. રાત્રિના અંધારામાં આ મોટો ખાડો વાહનચાલકોને દેખાતો નથી, જેના કારણે ગમે ત્યારે કોઈ મોટો અકસ્માત થવાનો પૂરો ભય સેવાઈ રહૃાો છે.કાચો રસ્તો અને ઊંચી રોડ સાઇડથી દ્વિ ચક્રી વાહનો સ્લીપ થવાનું અવારનવાર બને છે.
સર્વિસ રોડ અને મુખ્ય હાઇવેને જોડતો આ રસ્તો તદ્દન કાચો છે. એટલું જ નહીં, રસ્તાની સાઇડ પણ ઘણી ઊંચી છે. આ ઊંચા-નીચા અને ખરાબ રસ્તાના કારણે દ્વિચક્રી વાહનચાલકો (બાઇક-સ્કૂટર) સ્લિપ થઈ જાય છે. અને નાની-મોટી ઈજાઓ પહોંચી રહી છે.વચમાં આવેલા આ મોટા જોખમી ખાડાને તુરંત જ પૂરી દેવામાં આવે.જ્યાં સુધી સમારકામ ન થાય, ત્યાં સુધી વાહનચાલકોને ચેતવવા માટે ત્યાં તત્કાલ બેરીકેટ્સ (આડશો) મૂકવામાં આવે, જેથી કોઈ મોટી જાનહાનિ થતી અટકાવી શકાય. નેશનલ હાઇવે ઓથોરિટી આ બાબતને ગંભીરતાથી લઈ તુરંત જ યોગ્ય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial