Advertisement
Author: નોબત સમાચાર

આસામમાં અતિવૃષ્ટિ-પૂરના કારણે ૨૪ કલાકમાં ૨૧ લોકોના મૃત્યુઃ સાડા પાંચ લાખ લોકો ઘેરાયા

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા દ્વારા સ્થળ પરીક્ષણ

                                                                                                                                                                                                      

ઈમ્ફાલ તા. ૨૨: આસામમાં પૂરને કારણે હાહાકાર મચ્યો છે. ૨૪ કલાકમાં ૨૧ લોકોના મોત થયા છે, ૫.૬૪ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

આસામમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લોકોના મોત થતા, કુલ મૃત્યુઆંક ૩૧ પર પહોંચ્યો છે. એએસડીએમએ મુજબ, રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૫.૬૪ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. શિવસાગર સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં ૧૩ મૃત્યુ અને ૩.૫૯ લાખ લોકો ફસાયા છે. ૮૭૨ ગામો પાણીમાં ગરકાવ થયા છે.

આસામમાં પૂરની સ્થિતિ દિન-પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે. પાછલા ૨૪ કલાકમાં પૂરના કારણે વધુ ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે ચાલુ વર્ષે પૂરથી મૃત્યુ પામનારાઓનો કુલ આંકડો ૩૧ પર પહોંચી ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના બુલેટિન મુજબ, રાજ્યના ૧૬ જિલ્લાઓમાં ૫.૬૪ લાખથી વધુ લોકો પૂરના પાણીમાં ઘેરાયેલા છે.

એએસડીએમએના જણાવ્યા અનુસાર, શિવસાગર જિલ્લામાં પૂરથી સૌથી વધુ તારાજી સર્જાઈ છે, જ્યાં ૧૩ લોકોના મોત થયા છે અને ૩.૫૯ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ સિવાય જોરહાટમાં ૮૭ હજાર અને ચરાઈદેવમાં ૭૨ હજારથી વધુ લોકો પૂરનો સામનો કરી રહૃાા છે. રાજ્યના ૪૪ રેવન્યુ સર્કલ હેઠળના ૮૭૨ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રાહત કામગીરી માટે ૭૧ રિલીફ કેમ્પ અને ૨૦૨ રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું છે કે તેઓ પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને સ્થળ પર જઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh