Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરમાં રૂ।. ૧૦ હજારની ઉઘરાણીના પ્રશ્ને યુવાન પર ત્રણ શખ્સ દ્વારા હીચકારો હૂમલો

છાતીમાં છરીનો ઘા ચુકાવવા જતા આંગળીમાં ઈજાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામજોધપુરના એક આસામીએ રૂ।. દસ હજાર હાથ ઉછીના લીધા પછી પરત આપી દીધા હોવા છતાં કરાતી ઉઘરાણી વચ્ચે સોમવારે રાત્રે આ આસામી પર ત્રણ શખ્સે છરી, લાકડી, પાઈપથી હૂમલો કર્યો હતો.

જામજોધપુર શહેરમાં રબારીપાડા પાસે રહેતા રીયાઝ હુશેનભાઈ બ્લોચ ઉર્ફે રીઝવાન નામના આસામીએ સાતેક મહિના પહેલા જામજોધપુરના જ પુષ્પરાજસિંહ પાસેથી રૂ।. દસ હજાર હાથ ઉછીના લીધા હતા. તે રકમ ૫રત આપી દીધી હોવા છતાં રીયાઝને છેલ્લા અઠવાડિયાથી ફોન કરી પુષ્પરાજ ધમકી આપતો હતો.

તે દરમ્યાન સોમવારે રાત્રે રીયાઝ પોતાના બાઈક પર ઘર તરફ જતો હતો ત્યારે રસ્તામાં પુષ્પરાજસિંહ, સત્યજીતસિંહ નામના શખ્સોએ રોકી લઈ ફરીથી ઉઘરાણી કરતા અને રીયાઝે પૈસા આપી દીધા છે તેમ કહેતા પુષ્પરાજ તથા સત્યજીત અને પાર્થરાજસિંહ ઉર્ફે લાલા નામના ત્રણ શખ્સે લાકડી અને પાઈપથી હૂમલો કરવા ઉપરાંત પુષ્પરાજે છાતીમાં છરી હુલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઘા બચાવવા જતા રીયાઝને હાથની આંગળીમાં છરી વાગી ગઈ હતી. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh