Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માત્ર હળવા ઝાપટાં વરસ્યા

સારા વરસાદની આશા વચ્ચે

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે માત્ર હળવા ઝાપટાં વરસી રહ્યા છે, જ્યારે કાલાવડના નવાગામમાં ગઈકાલે અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

જામનગરમાં ત્રણેક દિવસથી વરસાદી માહોલ જળવાયો છે, પરંતુ માત્ર છૂટોછવાયો હળવા ઝાટપાં સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે.

આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન તાલુકા પંથકમાં જોડિયામાં પાંચ મી.મી., કાલાવડમાં ૮ મી.મી., જામજોધપુરમાં ૩ મી.મી. અને લાલપુરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો કાલાવ્ડના નવાગામમાં ૧પ મી.મી., મોટા વડાળામાં પાંચ મી.મી., જામજોધપુરના સમાણામાં ૭ મી.મી., જામવાડીમાં ૧૦ મી.મી., ધુનડામાં ૮ મી.મી. અને વાંસજાળિયામાં પાંચ મી.મી. ઉપરાંત ધ્રાફામાં પાંચ મી.મી., પરડવામાં ૪ મી.મી. ઉપરાંત દરેડ, નિકાવા, ખરેડી, પીપરટોડા, પડાણા અને ભણગોરમાં માત્ર હળવું ઝાપટું વરસ્યું હતું.

હજુ લોકો સારા અને વાવણીલાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે, અને આકાશ્ તરફ મીટ માંડીને બેઠા છે, તો હવામાન વિભાગ દ્વારા આજની આગાહી પણ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh