Advertisement
Author: નોબત સમાચાર

વિધવા સહાયની રકમ મેળવવામાં મદદના બહાને રૂ।. ૧૭ લાખ ૧૩ હજારની રકમ મેળવી લેવાઈ

મહિલા સામે પોલીસમાં વિશ્વાસઘાત અંગે કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના એક આસામી પાસેથી વિધવા સહાયની રકમ મેળવવાના બહાને એક મહિલાએ આઠ મહિનામાં રૂ।. ૧૭,૧૩,૯૭૯ મેળવી લઈ તે રકમ પરત આપવામાં ગલ્લાતલ્લા કરતા આ આસામીએ મહિલા સામે વિશ્વાસઘાતની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના ગુલાબનગર રોડ પર રાજપાર્કમાં રહેતા ઓમપ્રકાશ રાજારામ ચૌધરી નામના આસામીએ ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટીની શેરી નં. ૨માં વસવાટ કરતા નીતાબેન રસીકલાલ ખારેચા સામે રૂ।. ૧૭,૧૩,૯૭૯ની રકમ મેળવી લઈ પરત ન આપતા હોવાની અને વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઓમપ્રકાશ ચૌધરીના કોઈરીતે સંપર્કમાં આવેલા નીતાબેન ખારેચાએ વિધવા સહાયના રૂપિયા મેળવવાના છે તેમ જણાવી નાણાની જરૂરિયાત હોવાનું કહેતા ગયા નવેમ્બર મહિનાથી ચાલુ મહિના સુધીમાં ઓમપ્રકાશ ચૌધરીએ જુદાજુદા ક્યુ-આર કોડ તથા યુપીઆઈના આઈડીથી અલગ-અલગ રકમ મળી કુલ રૂ।. ૧૭,૧૩,૯૭૯ આપી દીધા હતા. ત્યાર પછી ઓમપ્રકાશ ચૌધરીએ પોતાની રકમ પરત માંગતા નીતાબેને ગલ્લાતલ્લા કર્યા હતા. તેથી પોતાની સાથે વિશ્વાસઘાત થયાનું માની ઓમપ્રકાશ ચૌધરીએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh