Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નજીક ગુંદમોરા ગામના પાટીયા પાસે તરૂણને બોલેરોની ઠોકરથી ગંભીર ઈજા

બોલેરો ચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: ખંભાળીયાથી ભાણવડ તરફના ધોરીમાર્ગ પર ગુંદમોરા ગામ પાસે સોમવારે રાત્રે એક તરૂણને બોલેરોએ હડફેટે લેતા આ તરૂણને ગંભીર ઈજા થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના રામનગરમાં રહેતા મેરૂભાઈ ભાણાભાઈ સીંધવ નામના પ્રૌઢનો ૧૭ વર્ષનો પુત્ર વિમલ સોમવારે રાત્રે આઠેક વાગ્યે ખંભાળીયાથી ભાણવડ તરફના રોડ પર ગુંદમોરા ગામના પાટીયા પાસે હતો ત્યારે જીજે ૩૭ ટી ૪૬૮૩ નંબરની સફેદ રંગની બોલેરો મોટર ફૂલ સ્પીડમાં ધસી આવી હતી.

આ મોટરના ચાલકે બેફીકરાઈથી ડ્રાઈવીંગ કરી વિમલને હડફેટે લેતા આ તરૂણ ફંગોળાઈ ગયો હતો. માથા તથા પડખામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. મેરૂભાઈએ મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh