Advertisement
Author: નોબત સમાચાર

મોખાણા ગામમાં દીપડાનો આતંકઃ બકરી પર હુમલાનો વીડિયો વાયરલ

વનવિભાગના અધિકારીઓ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર તાલુકાના મોખાણા ગામમાં દીપડાની અવરજવરનો વધુ એક બનાવ સામે આવ્યો છે. આજે સવારે દીપડાએ એક બકરી પર હુમલો કરી તેને પકડીને ઈજાગ્રસ્ત બનાવ્યા પછીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોખાણા ગામની સીમમાં એક માલધારી પોતાના બકરાં ચરાવી રહ્યો હતો, તે દરમિયાન ઝાડીમાંથી અચાનક દીપડો બહાર આવી એક બકરીને પકડી પાડતો હોવાનું જાણવા મળ્યું હતું. બકરાંએ બુમાબુમ કરી મૂકતા માલધારીઓ લાકડી પછાડતા દોડ્યા હતાં, જેથી દીપડો બકરીને છોડીને નાસી છૂટ્યો હતો અને બકરીનો માલધારી સાથેનો વીડિયો કોઈએ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના પગલે ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે.

ઘટનાની જાણ થતા જામનગર વન વિભાગ દ્વારા વાયરલ વીડિયો અને સમગ્ર ઘટનાની માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા ઘટનાની હકીકતની તપાસ કરવામાં આવી રહી છે તેમજ જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રામજનોએ વન વિભાગને દીપડાની હિલચાલ પર નજર રાખી જરૂરી પગલાં ભરવા અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવાની માંગ કરી છે. સાથે જ લોકોને જંગલ અને ઝાડીવાળા વિસ્તારમાં સાવચેતી રાખવા તથા જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh