Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોકરોચ પાર્ટીની કૂચને કચડી નંખાતા દેેશવ્યાપી આક્રોશઃ પોલીસ દમનને વખોડ્યું: લાઠી નહીં સંવાદ જોઈએ"ના નારા સાથે શિક્ષણમંત્રીનું રાજીનામું માંગ્યું
સમગ્ર દેશમાં 'નીટ' જેવી અતિ મહત્ત્વની પરીક્ષાના પેપરલીક થવાના કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલી પડી હતી. પેપરલીક પ્રકરણમાં સરકારની ઢીલી નીતિ સામે દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના નેજા હેઠળ સંસદભવન સુધી કૂચ લઈ જવાના એલાન સમયે દિલ્હીમાં ઉમટી પડેલા હજારો યુવા વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કરતા સમગ્ર દેશમાં યુવાવર્ગમાં ઉગ્ર રોષ ફેલાયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરના પોલીસ દમનની ઘટનાને વખોડી કાઢી આજે જામનગર શહેરેમાં ટાઉનહોલ વિસ્તારમાં શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 'લાઠી નહીં, સંવાદ જોઈએ', 'શિક્ષણ પ્રધાન રાજીનામુ આપે' જેવા પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે જોરદાર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદશન સમયે પોલીસે આવીને વિરોધ પ્રદર્શન કરી રહેલા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી હતી. આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના મહિલા અગ્રણી સહારાબેન મકવાણા, સાજીદભાઈ, એનએસયુઆઈ, યુવા કોંગ્રેસના હોદ્દેદારો, યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial