Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાથે રહેલા પુત્રે કરી પોલીસને જાણઃ
જામનગર તા. ૨૨: ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના એક પિતા-પુત્ર સપ્તાહ પહેલા ધ્રોલમાં બાઈક પર આવ્યા હતા ત્યાંથી બપોરના સમયે પસાર થતી વેળાએ ઊભા રહેલા બાઈકમાંથી ઉતરવા જતા વૃદ્ધ લપસી પડયા હતા. તેઓને સારવારમાં ખસેડાતા હતા ત્યારે માર્ગમાં હૃદયરોગનો હુમલો આવી જતાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પુત્રએ પોલીસને જાણ કરી છે.
ધ્રોલ તાલુકાના નથુ વડલા ગામમાં રહેતા વસરામભાઈ તરસીભાઈ ચાવડા (ઉ.વ.૭૫)નામના વૃદ્ધ ગઈ તા. ૧૩ના દિવસે પોતાના પુત્ર હરસુખભાઈ સાથે મોટરસાયકલમાં ઘરેથી નીકળ્યા હતા.
આ પિતા-પુત્ર જયારે ધ્રોલમાં કમલા નહેરૂ પાર્ક પાસે પહોંચ્યા ત્યારે હરસુખભાઈએ મોટરસાયકલ ઊભું રાખ્યું હતું અને પાછળ બેસેલા પિતા વસરામભાઈ નીચે ઉતરતા હતા. આ વેળાએ વૃદ્ધાવસ્થાના કારણે વસરામભાઈએ સંતુલન ગુમાવ્યું હતું અને તેઓ રોડ પર પડી ગયા હતા. ઈજા પામેલા આ વૃદ્ધને સારવાર માટે જામનગર દવાખાને ખસેડવામાં આવતા હતા તે દરમ્યાન છાતીમાં ગભરામણ ઉપડતા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. હરસુખભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial