Advertisement
Author: નોબત સમાચાર

ભઠ્ઠીમાં ઉકળતા પીતળના રસમાં સળીયો નાખી પડ તોડવાના પ્રયાસમાં બ્લાસ્ટઃ એકનું મૃત્યુ

સોમવારે બપોરે ભઠ્ઠીમાં સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગરના દરેડ જીઆઈડીસી નજીક એક ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ચાલતી ભઠ્ઠીમાં સોમવારની બપોરે બ્લાસ્ટ થયા પછી એક નેપાળી તથા એક પરપ્રાંતિય શ્રમિક દાઝી ગયા હતા. તેમાંથી નેપાળી શ્રમિકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી પાસે આવેલા વિઝન ઈન્ડસ્ટ્રીઝ પ્લોટમાં ૩૩૩ નંબરના પ્લોટમાં એલાઈટ મેટલ રિસાયકલ નામના કારખાનામાં સોમવારની બપોરે ઈલેકટ્રીકની ભઠ્ઠી ચાલુ હતી ત્યાં કેટલાક કામદારો કામ કરી રહયા હતા.

આ વેળાએ ભઠ્ઠીમાં ઉકળી રહેલા પીતળમાં ગેસ બન્યો હતો, અને તેના કારણે પડ જામી ગયું હતું તે પડ તોડવા માટે આ ભઠ્ઠીમાં કામ કરતા દીલબહાદુર સુનાર નામના ૪૩ વર્ષના નેપાળી શ્રમિકે સળીયાથી ધક્કો મારતા જ ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાંથી પીતળનો ગરમ રસ ઉડયો હતો.

આ વેળાએ ભઠ્ઠી પરથી દીલબહાદુરે ભુસકો માર્યો હતો જેના પગલે તેના પગની ઘુંટીમાં ફ્રેકચર થયું હતું અને બાજુમાં જ કામ કરી રહેલા હરીઓમ રાજપૂત (ઉ.વ.૧૯) પર અને દીલબહાદુર પર ગરમ રસ ઉડયો હતો. બંને શ્રમિકને સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દીલબહાદુરનું મૃત્યુ નિપજ્યું છે. મંતોષસિંહ શીલાસિંહ નામના શ્રમિકે પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh