Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કામદારોના પ્રશ્નોનો ઉકેલ લાવવા ભાજપના કોર્પોરેટરોની રજૂઆત

મ્યુનિ. કમિશનરને પાઠવાયો પત્રઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: જામનગર મહાનગર પાલિકાના સફાઈ કામદારોના પ્રશ્નો અંગે વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર શિતલબેન અજયભાઈ વાઘેલા દ્વારા કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વર્ષ ૨૦૦૫ પહેલાના સફાઈ કામદારોને સરકારના પરિપત્ર મુજબ પેન્શન ફોર્મ ભરાયેલ છે જે છેલ્લા ચાર માસથી સોલીડ વેસ્ટ શાખા અને એસ્ટા શાખામાં જમા થાય છે. તેની જરૂરી કાર્યવાહી માટે લગત શાખાને જાણ કરવી. ૪થી પ માસ પહેલા સિનિયોરિટી લીસ્ટમાં કાયમી તરીકે નિમણૂક સફાઈ કામદારોના સીઆર રિપોર્ટ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ એસ્ટા શાખામાં રજૂ થયા છે પરંતુ આજ દિવસ સુધી કાયમી નિમણૂક માટેની કાર્યવાહી થવા પામી નથી. જેથી લગત શાખાને સૂચના આપવામાં આવે.

મહાપાલિકા દ્વારા જે લીસ્ટ બનાવવામાં આવ્યું છે તેમાંથી અવેજી કામદારોની ભરતી કરવી, નિવૃત્ત કામદારોની ગ્રેચ્યુટી, પેન્શન, ફરજ દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના વારસદારની કામગીરી લગત કલાર્ક, બિન અનુભવી હોય તેથી થતી નથી. બેદરકારી, ગેરરીતિના પ્રશ્નો આવેલા છે. આથી આ કામગીરી માટે અનુભવી કલાર્કની નિમણૂક કરવામાં આવે અને આ તમામ રજૂઆતો અન્વયે અમલીકરણ માટે આદેશ કરવામાં આવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh