Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેબા ચોકડી પાસેથી બાઈકની થઈ ઉટાંતરીઃ
જામનગર તા. ૨૨: કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામમાં આવેલા એક આસામીના મકાનમાં નળીયા ખેસવી અંદર ઉતરેલા તસ્કરે લોખંડની પેટીમાં રાખવામાં આવેલી થેલીમાંથી રૂ।. ૧ લાખ ૮૦ હજાર રોકડાની ચોરી કરી છે જ્યારે નગરના એક આસામીનું રૂ।. ૪૦ હજારનું બાઈક ઠેબા ચોકડી નજીકથી ચોરાઈ ગયું છે.
કલ્યાણપુર તાલુકાના ભાટવડીયા ગામમાં રહેતા બાબુભાઈ કેસાભાઈ સોનગરા નામના આસામીના મકાનમાં ગયા સોમવારની સવારથી સાંજ સુધીમાં ચોરી થઈ છે. આ મકાનના નળીયા ઉંચકાવી મકાનમાં ઉતરેલા કોઈ તસકરે અંદર પડેલી પતરાની પેટીમાંથી લાલ રંગની થેલીમાં રાખવામાં આવેલા રૂ।. ૧ લાખ ૮૦ હજાર રોકડાની તથા આધારકાર્ડની ચોરી કરી લીધી છે. બાબુભાઈએ કલ્યાણપુર પોલીસ મથકમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જામનગરના રાજપાર્ક નજીક રવિપાર્કમાં રહેતા જયેશભાઈ રમેશભાઈ પરમાર નામના આસામીને ગઈ તા. ૧૨ની સવારે ઠેબા ચોકડી નજીક સેન્ટોજા સોસાયટી પાછળ પોતાનું જીજે ૧૦ ડીડી ૭૨૬૧ નંબરનું હિરો મોટરસાયકલ મુકયું હતું ત્યાંથી પાંચ કલાકમાં તે વાહન ચોરાઈ ગયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial