Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ પુરવઠો રોકી ટ્રાફિક બંધ કરાવાયો
ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયા-પોરબંદર ધોરીમાર્ગ પર આવેલા ભાડથર ગામ પાસે ગઈરાત્રે પેટ્રોલ ભરેલું એક ટેન્કર કોઈ રીતે ગોથું મારી જતાં રોડ પર પેટ્રોલની રેલમછેલ થઈ હતી. ગંભીર દુર્ઘટના સર્જાઈ જાય તેવી ભીતી વચ્ચે ફાયરબ્રિગેડ તથા પોલીસ ટીમ ધસી આવ્યા હતા. પોલીસે તાત્કાલીક રોડ બંધ કરાવી ઢોળાયેલા પેટ્રોલ પર ફાયરબ્રિગેડની મદદથી પાણી છંટાવવા ઉપરાંત વીજ કંપનીને જાણ કરી વીજ પુરવઠો પણ રોકાવ્યો હતો. વહેલી સવાર સુધી આ રસ્તો બંધ જેવી હાલતમાં રહ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પોરબંદર રોડ પર ગઈકાલે રાત્રે એક પેટ્રોલનું ટેન્કર ઠાકર શેરડી અને ભાડથર પાસે પલટી ખાઈ જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.
વીજ સબસ્ટેશનની પાસે જ થયેલા આ અકસ્માતમાં ટેન્કર પલટી ખાઈ જતાં તેમાંથી પેટ્રોલની રેલમછેલ થઈ હતી. રોડ ઉપર પેટ્રોલ ઢોળાતા તથા ઉપર વીજ વાયરો હોય બનાવની જાણ થતાં ખંભાળીયા પોલીસ ઈન્સ્પેકટર સી.આર. રાણાએ તુરંત જ ખંભાળીયા ફાયર બ્રિગેડને જાણ કરતા જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા તથા પોલીસે રસ્તો બંધ કરાવી દેતા બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ટેન્કર રસ્તામાં પલટી ખાઈ ગયું હોય, ટેન્કર ખસેડતા તેની નીચે પેટ્રોલમાં સ્પાર્ક થતાં આગ લાગે તેવું હોય, કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો તથા લોકો પોરબંદરથી ખંભાળીયા જામનગર જનારા ફસાઈ ગયા હતા.
પેટ્રોલનું ટેન્કર પલટી જવાની જાણ થતાં કાર્યપાલક ઈજનેર કરમુર દ્વારા તુરંત જ વીજ પુરવઠો બંધ કરાવાતા અકસ્માત થતાં રહી ગયો હતો.
રાત્રે સાડા દસેક વાગ્યે થયેલો આ અકસ્માતમાં ટેન્કર પલટી ખાઈ જતાં તથા રસ્તા પર ઢોળાયેલું પેટ્રોલ જોખમી હોય, વહેલી સવાર સુધી રસ્તો બંધ જેવી સ્થિતિમાં રહ્યો હતો. આઠેક કલાક રસ્તો બંધ રહેતા લોકો પરેશાન થઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial