Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નશામુકત યુવા ફોર વિકસિત ભારત' અંતર્ગત
જામનગર તા. ૨૨: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત 'મેરા યુવા ભારત' જામનગર દ્વારા નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત* રાષ્ટ્રીય અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના યુવાનો માટે વિવિધ ૮ સર્જનાત્મક સ્પર્ધાઓનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં નશા વિરોધી જનજાગૃતિ ફેલાવવાનો તથા સ્વસ્થ, સશક્ત અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાશક્તિની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહેલા આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લાના ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથના યુવાનો માટે (૧) નશા મુક્ત ડાન્સ સ્પર્ધા, (૨) નશા મુક્ત મ્યુઝિક સ્પર્ધા, (૩) રીલ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધા, (૪) નુક્કડ નાટક સ્પર્ધા, (૫) સ્લેમ પોઇટ્રી સ્પર્ધા, (૬) વાદ-વિવાદ સ્પર્ધા, (૭) પેઇન્ટિંગ સ્પર્ધા અને (૮) સૂત્રલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં દરેક પ્રતિભાગી માત્ર એક જ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અને એકથી વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન નોંધણીની તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ સુધીની રહેશે, જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ૨૭ જુલાઈ, ૨૦૨૬ ના યોજાશે. જિલ્લા કક્ષાના વિજેતાઓને આગળ જઈને રાજ્ય કક્ષાએ અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થશે.
મેરા યુવા ભારત જામનગર દ્વારા જિલ્લાની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ, એન.એસ.એસ., એન.સી.સી., મેરા યુવા ભારત વિભાગ સાથે જોડાયેલા યુવા મંડળો તેમજ ૧૫ થી ૨૯ વર્ષના જામનગર જિલ્લાના તમામ યુવાનોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા અને *નશા મુક્તવિકસિત ભારત*ના સંકલ્પને મજબૂત બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. આ સ્પર્ધાઓ અંગે વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે મો. ૮૮૮૮૯૦૨૧૬૫, ૯૫૧૨૬૫૨૧૨૪પર સંપર્ક કરવાનો રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial