Advertisement
Author: નોબત સમાચાર

વડાલીયા સિંહણથી પાડલી વચ્ચે બિછાવાતી ગેસ પાઈપલાઈનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ

ખાનગી કંપની દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૨: ખંભાળિયાથી નીકળતી ગેસ પાઈપલાઈનનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થયો છે, અને આવેદનપત્ર અપાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના વડાલીયા સિંહણથી દ્વારકાના પાડલી સુશ્રી જી.એસ.પી.એલ. કંપની દ્વારા નાખવામાં આવતી ગેસની પાઈપ લાઈનની કામગીરીનો વિરોધ કરવા ખેડૂતો દ્વારા પ્રદર્શન તથા કામગીરી અટકાવાઈ હતી તે પછી ગઈકાલે વિરોધ પ્રદર્શન કરીને કલેકટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલીયા દ્વારા જણાવાયેલ કે પાઈપ લાઈન કાયદો ૨૦૦૦ના નિયમોનું પાલન જ થતું નથી. તથા જરૂરી જાહેરનામું પણ યોગ્ય પ્રક્રિયા વગર પાડવામાં આવ્યું છે. તથા સર્વે નંબરો પણ તેમાં લખાયા નથી. એવા પણ અનેક ખેડૂતોને નોટીસ અપાઈ છે જેમના ખેતરમાંથી લાઈન નીકળવાની જ નથી. બીજું કે પર્યાવરણીય મંજુરી લેવાઈ નથી તથા સંયુકત માપણી પણ થઈ નથી. નેશનલ હાઈવે ટચ જમીનોના ભાવ પ્રતિ વીઘાના બે કરોડ છે ત્યારે કંપની માત્ર ૩૨ લાખ જ આપે છે !!

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના મોટા ભાવડા ગામે તો ખેડૂતોને નોટીસ કે મંજુરી વગર જ પાઈપ લાઈન પાથરી દેવાઈ હતી. તો તાકીદે પોલીસ પ્રોટેકશન કંપનીનું પાછું ખેંચવા તથા ઓ. એન.જી.સી. કંપનીની જેમ પ્રતિ વર્ષ કે પ્રતિ માસ જમીનના ભાડા નક્કી કરવા પછી તેમાં વાર્ષિક વધારો કરવા તથા જમીનની ફળદ્રુપતાનું વળતર તથા વીમા કવચ અને કામગીરી પૂર્ણ પછી જમીનના પુનઃ સ્થાપનની માંગણી પણ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh