Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક શ્રમીકને ગંભીર ઈજા થઈ
ખંભાળીયા તા. ૨૨: જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આરાધના ધામ પાસે ગઈરાત્રે એક ટ્રકના ઠાઠામાં છોટાહાથી ઘૂસી જતાં તેમાં જઈ રહેલા ત્રણ શ્રમિકમાંથી બે શ્રમિકના ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયા છે. અકસ્માત પછી છોટાહાથી જેવા વાહનના પતરા કાપી બે કલાકની જહેમતના અંતે મૃતદેહો બહાર કાઢી શકાયા હતા.
ખંભાળીયા જામનગર રોડ પર ગઈકાલે રાત્રે ત્રણેક વાગ્યે મેઘપર પડાણામાં રહેતા તથા કંપનીઓમાં કામ કરતા શ્રમિકો ત્રણ વ્યક્તિઓ છોટા હાથી લઈને ખંભાળીયા તરફ આવતા હતા ત્યારે આરાધના ધામ પાસે ઓવરટેક કરવા જતાં આગળ જતાં ટ્રક સાથે છોટા હાથી ધડાકા સાથે અથડાતા છોટા હાથીનો આગળનો ભાગ ટ્રકની પાછળ ઘૂસી ગયો હતો જેમાં રહેલા બે વ્યક્તિઓને માથામાં ગંભીર ઈજાઓ થયા પછી તેઓના મૃત્યુ થયા હતા.
મૂળ છત્તીસગઢ તથા હાલ મેઘપર ગામે રહેતા ગુડ્ડુ કમલેશ્વર મહાનુ (ઉ.વ.૨૧) તથા અર્જુન ખેમલાલ (ઉ.વ.૧૪) ટ્રકની પાછળ છોટા હાથી ઘૂસી જતાં દબાઈ ગયા હતા. જેમને છોટા હાથીના પતરા કાપીને બે કલાકની જહેમત પછી બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ બંને મૃત્યુ પામ્યા હતા. જ્યારે કૌશિક ગોવિંદ પરમારને ઈજા થતાં ખંભાળીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં પો.ઈ. સી.આર. રાણા દ્વારા પોલીસને ઘટના સ્થળે મોકલી તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતાં દ્વારકા જિલ્લા ૧૦૮ના મુખ્ય અધિકારી દીપકભાઈ દ્વારા તુરંત જ એમ્બ્યુલન્સ સેવા પહોંચાડાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial