Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।. ૭૯,૫૦૦નો બીડીનો જથ્થો કબજે કરતી એસઓજી
જામનગર તા. ૨૨: જામનગરના ગુજરાતીવાડમાં આવેલા એક મકાનમાં એસઓજી ટીમે દરોડો પાડતા ત્યાંથી રૂ।. ૭૯૫૦૦ની કિંમતની નકલી બીડીનો જથ્થો ઝડપાઈ ગયો છે. ઓરીજીનલ બીડીની કંપનીના મેનેજરને બોલાવી એસઓજીએ બનાવટી બીડીની ઓળખ કર્યા પછી મેનેજરની ફરિયાદ પછી ત્રણ શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પટણીવાડ નજીક ગુજરાતીવાડમાં એક મકાનમાં નકલી બીડીનો જથ્થો પડયો હોવાની બાતમી સાંબળે બીડીના કર્મચારી ઘનશ્યામ ત્રીભુવનદાસ પોબારૂને મળી હતી. રાજકોટના આ આસામી જામનગર દોડી આવ્યા હતા અને તેઓએ કેટલીક દુકાનોમાં તપાસ કરાવતા સાંબળે વાઘીરે કંપનીની નકલી બીડી મળતી હોવાનું અને તેનો જથ્થો બે શખ્સ પાસે હોવાની વિગતો મળતા તેઓએ એસઓજીનો સંપર્ક કર્યો હતો.
ત્યાર પછી ગઈકાલે સાંજે એસઓજીના પીએસઆઈ એ.વી.ખેર તથા સ્ટાફ દ્વારા ગુજરાતીવાડમાં અફઝલ અબ્દુલ કુરેશીના મકાનમાં દરોડો પાડયો હતો. ત્યાં તલાસી લેવાતા સાંબળે બીડીના ૨૬૫ પેકેટ મળી આવ્યા હતા. એસઓજીએ આ કંપનીના મેનેજર ઘનશ્યામભાઈને બોલાવી તેની ચકાસણી કરવાનું કહેતા આ બીડી બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું.
સ્થળ પરથી રૂ।. ૭૯૫૦૦ની કિંમતનો નકલી બીડીનો જથ્થો કબજે કરી એસઓજીએ અફઝલ તથા તેના સાગરીત જડેશ્વર પાર્કમાં રહેતા અમીત મહેશભાઈ વસીયરની અટકાયત કરી લીધી છે. આ જથ્થો અમદાવાદના આકાશ નામના શખ્સ પાસેથી મેળવાયા પછી ઓરીજીનલ બીડીના ભાવે જ બજારમાં વેચવાનો આ શખ્સોનો મનસુબો હોવાનું બહાર આવ્યું છે. ત્રણેય સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial