Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુંભ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતો જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં ઉપરી-સહકાર્ય, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મીળ રહે. પરદેશના કામ થઈ શકે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા રહે.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૪-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૫-૯
Cancer (કર્ક: ડ-હ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું. નાણાકિય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૬
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. અન્યનો સહકાર પ્રાપ્ત કરી શકો. પરદેશના કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૧
Virgo (કન્યા: પ-ઠ-ણ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી જેવું લાગ્યા કરે. તબિયતની અસ્વસ્થતાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૪-૬
Libra (તુલા: ર-ત)
નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈ-ભાંડુવર્ગનો સાથ-સહકાર મળે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૪-૬
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાનની લે-વેચના કામમાં સાનુકૂળતા જણાય.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૪-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ રહે. સંતાનના પ્રશ્ને ખર્ચ-ખરીદી જણાય. સિઝનલ ધંધામાં લાભ થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮
Capricorn (મકર: ખ-જ)
આપને કામમાં કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરે. આવેશ-ઉશ્કેરાહટમાં આવી જઈને કોઈ કામ કરવું નહીં.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતો જવાથી આપને રાહત રહે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૬
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે આપને દોડધામ-શ્રમ જણાય. ધંધામાં આવક જણાય. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૮