Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોલિકાદહન ૧૩-માર્ચે થશેઃ ભારત પર કોઈ અસર નહીં થાય
નવી દિલ્હી તા. પઃ હોળી પર પૂર્ણ ચંદ્રગ્રહણ અને બ્લડ મૂન થશે, જે ભારતમાં દેખાશે નહીં, અને ગ્રહણનો કોઈ ધાર્મિક પ્રભાવ નહીં હોય, પરંતુ તેનો જ્યોતિષીય પ્રભાવ રહેશે. આ ગ્રહણનો પ્રભાવ વિવિધ રાશિઓ પર પડશે, પરંતુ આ ગ્રહણ માટે કોઈ સૂતક રહેશે નહીં.
આ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે થઈ રહ્યું છે. ૧૪ માર્ચે થનારૃં ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. આ ઉપરાંત ગ્રહણના દિવસે 'બ્લડ મૂન' પણ હશે. આ દિવસના ચંદ્રને બ્લડ મૂન કહેવામાં આવે છે, કારણ કે, આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની નજીકથી પસાર થાય છે અને સૂર્યપ્રકાશ ક્રિમસન અને તાંબાના રંગનો થઈ જાય છે. આ બ્લડ મૂન ભારતમાં દેખાશે નહીં. તે ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, પેસિફિક, ઉત્તર અને દક્ષિણ અમેરિકામાં દેખાશે.
આ વખતે ફાગણ પૂર્ણિમાના દિવસે ૧૩ અને ૧૪ માર્ચની રાત્રે ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ અમેરિકા, પશ્ચિમ યુરોપ, પશ્ચિમ અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં દેખાશે. ભારતીય સમય મુજબ ગ્રહણ સવારે ૧૦.૩૯ વાગ્યે શરૂ થશે અને બપોરે ર.૧૮ વાગ્યા સુધી ચાલશે.
ભારતમાં હોલિકા દહન ૧૩-માર્ચે ઉજવવામાં આવશે અને રંગોની હોળી ૧૪-માર્ચે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં આ પૂર્ણ ચંદ્રગ્રહણની ભારત પર કોઈ અસર થશે નહીં, કારણ કે જે સમયે ગ્રહણ થશે તે સમયે અહીં દિવસનો સમય હશે. જ્યારે કોઈ દેશમાં ગ્રહણ દેખાતું નથી, ત્યરે તે ગ્રહણની અસર ધ્યાનમં લેવામાં આવતી નથી. આ ગ્રહણનો કોઈ ધાર્મિક પ્રભાવ નહીં હોય, પરંતુ તેનો જ્યોતિષીય પ્રભાવ રહેશે.
આ ગ્રહણનો પ્રભાવ વિવિધ રાશિઓ પર પડશે. પરંતુ આ ગ્રહણ મટો કોઈ સૂતક રહેશે નહીં. ભારતમાં ચંદ્રગ્રહણનો સમયઃ ઉપછાયા ગ્રહણ ભારતીય સમય મુજબ સવારે ૯.ર૭ વાગ્યે શરૂ થશે, અને આંશિક ચંદ્રગ્રહણ સવારે ૧૦.૩૯ વાગ્યે અને પૂર્ણ ચંદ્રગ્રહણ સવારે ૧૧.પ૬ વાગ્યે સમાપ્ત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial