Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાટણ જિલ્લામાંથી પકડી લેવામાં આવ્યોઃ
જામનગર તા.પ : દ્વારકા જિલ્લાના એક આસામી સાથે રૂ.૩૭,૯૯૭ની છેતરપિંડી આચરનાર પાટણ જિલ્લાના શખ્સને સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડ્યો છે. આ શખ્સ શેર બજારમાં રોકાણના નામે સોશિયલ મીડિયા પર ફેક જાહેરાત કરી છેતરપિંડી કરતો હતો. તેની ધરપકડ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક આસામીને સોશિયલ મીડિયા પર મેસેજ કરી એક શખ્સે શેરબજારમાં રોકાણ કરવાનું કહી છેતરપિંડી આચરી હતી. આ આસામીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા પછી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. કોઠીયા, પીએસઆઈ એન.એસ. ગોહિલ તથા ટીમે તપાસ શરૂ કરી હતી.
તપાસમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગડસઈ ગામના રણજીતસિંહ ઈશ્વર ભાઈ ઠાકોર નામના શખ્સનું નામ ઉપસી આવ્યું હતું. તેની અટકાયત કરી પૂછપરછ કરાતા આ શખ્સે ઉપરોક્ત ઠગાઈની કબૂલાત આપી છે. આરોપી ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી પોતાની ઓળખ ટ્રેડર તરીકે આપી શેરબજારમાં ડબલ રકમ કરી આપવાની લોભામણી જાહેરાત કરી છેતરપિંડી આચરતો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial