Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેટ કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું:
દુબઈ તા. પઃ ઓસ્ટ્રેલિયાના ૩પ વર્ષિય ક્રિકેટર સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે સેમિફાઈનલમાં કેપ્ટનની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફી ર૦રપ ની સેમિફાઈનલમાં ભારત સામેની હાર પછી ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરનાર સ્ટીવ સ્મિથે ઓડીઆઈમાંથી નિવૃત્તિ લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે બુધવારે આ જાહેરાત કરી છે.
ઉલ્લેખનિય છે કે, મંગળવારે ઓસ્ટ્રેલિયાને ભારત સામે ચાર વિકેટથી હારનો સામનો કરવો ૫ડ્યો હતો. પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્મિથ ટીમનું નેતેત્વ કરી રહ્યો હતો. તે ટેસ્ટ રમતો રહેશે અને ટી-ર૦ ઈન્ટરનેશનલમાં તે ઘણાં સમયથી ટીમની બહાર છે. ભારત સામેની હાર પછી ૩પ વર્ષિય સ્મિથે તરત જ પોતાના સાથી ખેલાડીઓને કહ્યું હતું કે તેણે પોતાની છેલ્લી વન-ડે રમી છે.
સ્મિથે ઓસ્ટ્રેલિયા માટે કુલ ૧૬૯ વન-ડે રમી અને પ૪ર૭ રન બનાવ્યા. આ સમયગાળા દરમિયાન તેમનો સરેરાશ ૩૪.૦૬ અને સ્ટ્રાઈક રેટ ૮૭.૧૩ હતો. વન-ડેમાં તેની શ્રેષ્ઠ ઈનિંગ્સ ૧૬૪ રન છે. તેણે વન-ડેમાં ૩૪ અડધી સદી અને ૧ર સદી ફટકારી છે. ર૦રપ ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્મિથ ફોર્મમાં નહોતો. તેણે ત્રણ ઈનિંગ્સમાં ૪૮.પ૦ ની સરેરાશથી ૯૭ રન બનાવ્યા. તેમની શ્રેષ્ઠ ઈનિંગ્સ ૭૩ રન હતી.
સ્મિથે કહ્યું, આ એક અદ્ભુત સફર રહી છે અને મેં તેની દરેક ક્ષણનો આનંદ માર્યો છે. ઘણી બધી અદ્ભુત ક્ષણો અને મહાન યાદો રહી છે. બે વર્લ્ડકપ જીતવું એ એક શાનદાર સિદ્ધિ હતી અને ઘણાં અદ્ભુત સાથી ખેલાડીઓ સાથે આ સફર શેર કરી. હવે લોકો માટે ર૦ર૭ વર્લ્ડકપની તૈયારી શરૂ કરવાની એક શ્રેષ્ઠ તક છે. તેથી નિવૃત્તિ લેવાનો આ યોગ્ય સમય લાગે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial