Advertisement
Author: નોબત સમાચાર

સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરૂદ્ધ એફઆઈઆર અયોગ્યઃ પોલીસે કવિતા વાંચવી જોતી હતીઃ સુપ્રિમ

જામનગરમાં સમૂહલગ્ન પ્રસંગે વગડેલી કવિતામાં અહિંસાનો સંદેશઃ અદાલત

નવી દિલહી તા. પઃ જામનગરમાં મુસ્લિમ સમાજના યોજાયેલા સમૂહલગ્ન પ્રસંગે જામનગર આવેલા કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરૂદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટના આધારે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ હતી.   'ખૂન કે પ્યાસે સૂનો'ની કવિતા હતી.

આ પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહીમાં સર્વોચ્ચ અદાલતે ગુજરાત પોલીસને આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી.

સર્વોચ્ચ અદાલતમાં કોંગ્રેસના સાંસદની અરજી પર સુનવાણીમાં જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુવની પીઠે જણાવ્યું હતું કે આ કવિતા તો અહિંસાને પ્રેરે છે. કોઈ ધર્મ કે રાષ્ટ્ર વિરોધી ગતિવિધિ સાથે કવિતાને કોઈ સંબંધ નથી. પોલીસે થોડી સંવેદનશીલતા દર્શાવવી જોઈએ. કોઈપણ કાર્યવાહી કરતા પહેલા પોલીસે આ કવિતા વાચવાની જરૂર હતી.

સર્વોચ્ચ અદાલતે એફઆઈઆરને અનુચિત ગણાવી હતી. ૭પ વર્ષના બંધારણના ઈતિહાસમાં અત્યાર સુધીમાં પોલીસે અભિવ્યક્તિની આઝાદી તો કમ-સે-કમ સમજવી જોઈતી હતી.

સર્વોચ્ચ અદાલતની પીઠે કવિતાનો અંગ્રેજી અનુવાદ પણ વાચ્યો હતો. અદાલતે ટીપ્પણી કરતા જણાવ્યું કે આ કવિતા તો અસલમાં અહિંસાને પ્રેરણા આપે છે. તેને ધર્મ સાથે કોઈ નિસ્બત નથી. કોઈ રાષ્ટ્રવિરોધી ગતિવિધિ સાથે પણ સંબંધ નથી.

રાજ્ય તરફથી અદાલતમાં રજૂ થયેલા સોલીસેટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લોકોએ પ્રતાપગઢીની સોશિયલ મીડિયાને અલગ રીતે લીધી હતી જેના કારણે સમસ્યા પેદા થઈ હતી. જેની સામે અદાલતે જણાવ્યું કે આ જ સમસ્યા છે, હવે રચનાત્મક્તા માટે કોઈના મનમાં સન્માન જ નથી. કોંગ્રેસ સાંસદના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતે ગુજરાત હાઈકોર્ટ વિશે પણ કાંઈક કહેવું જોઈએ. કારણ કે હાઈકોર્ટે જ પ્રતાપગઢી સામે એફઆઈઆર નોંધવા મંજુરી આપી હતી. જો કે સર્વોચ્ચ અદાલતે સુનાવણીના અંતે સંકેત આપ્યો હતો કે પ્રતાપગઢી સમયે કોઈ અપરાધિક કાર્યવાહીની જરૂર નથી. તેમ છતાં અદાલતે પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો હતો અને કહ્યું હતું કે આ કેસમાં કંઈપણ કહેવા યોગ્ય છે તે ફેંસલામાં પ્રતિબિંબિત થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh