Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક પરથી ફંગોળાઈ વોકળામાં પડેલા શ્રમિક પર કાળનો પંજોઃ
જામનગર તા.પ : જામનગરના ભંગાર બજાર રોડ પર દસેક દિવસ પહેલાં એક વૃદ્ધને છકડાએ ટક્કર મારી હતી ગંભીર ઈજા પામેલા વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પડાણાથી ચંગા વચ્ચેના રોડ પર ગઈકાલે બપોરે એક ટેઈલરની ઠોકરે ચઢી ગયેલા બિહારના યુવાનનું મૃત્યુ થયું છે. કાલાવડના નાગપુર ગામ પાસે વોકળા પરની ગોળાઈમાં સોમવારે બપોરે બાઈક સ્લીપ થતાં તેના પરથી ફંગોળાઈ વોકળામાં પડેલા પરપ્રાંતીય શ્રમિક પર કાળનો પંજો પડ્યો છે. ઉપરાંત દ્વારકા નજીક ખોડિયાર ચેકપોસ્ટ પાસે બારેક દિવસ પહેલાં બાઈક પાછળ મોટર ટકરાતા પડી ગયેલા બાટીશા ગામના યુવાનનું મૃત્યુ થયું છે. સાથે રહેલા તેના પિતરાઈને ઈજા થઈ છે.
જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાંથી બેડીનાકા તરફ જવાના રોડ પર ગઈ તા.રરની બપોરે નરેશભાઈ નાનજીભાઈ ઢાપા નામના સાંઈઠ વર્ષના વૃદ્ધ ચાલીને જતા હતા ત્યારે જીજે-૧૦-વાય ૪૫૩૩ નંબરના છકડાના ચાલક શંકરટેકરીમાં રહેતા જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડે તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા.
આ અકસ્માતમાં કમર તેમજ હાથ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા નરેશભાઈને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પિતરાઈ ભાઈ નરશીભાઈ સુખાભાઈ ડોણાસીયાએ પોલીસમાં ફરિયાદ કરી છે.
કાલાવડ તાલુકાના બાંગા ગામમાં આવેલા છગનભાઈ નામના ખેડૂતના મજૂરીકામ માટે આવી રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની નરેશભાઈ હકમાભાઈ તોમર (ઉ.વ.ર૭) નામના શ્રમિક સોમવારે બપોરે સાડા બારેક વાગ્યે જીજે-૨-બીઈ ૧૨૩૧ નંબરના મોટરસાયકલ પર કાલાવડના ગોલણીયા ગામથી નાગપુર ગામ તરફ જવાના રસ્તા પરથી પસાર થતા હતા.
નાગપુર તરફના રોડ પર વોકળાના બેઠા પુલની ગોળાઈમાં બાઈક સ્લીપ થતાં નરેશભાઈ ફંગોળાઈ ગયા હતા. વોકળામાં ફેકાયેલા આ યુવાનનું ઈજા થતાં અને પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. રાકેશ ધનાભાઈ તોમરે પોલીસને વાકેફ કરી છે.
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા બિહાર રાજ્યના માધુપુર જિલ્લાના વતની સત્યનારાયણ તીરપીતભાઈ સદાય નામના શ્રમિક ગઈકાલે બપોરે પડાણા-ચંગા વચ્ચેના પીએન માર્ગ પર આવેલા પીપળી તરફના રોડ પરથી ચાલીને જતા હતા ત્યારે જીજે-૩૯-ટી ૧૮૬૫ નંબરનું ટેઈલર તેઓને ઠોકર મારી પછાડી ગયું હતું. ટેઈલરના પાછળના જોટામાં ચગદાઈ ગયેલા સત્યનારાયણભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈ શિવકુમાર સદાયે પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે.
દ્વારકા તાલુકાના બાટીશા ગામના વાડી વિસ્તારમાં રહેતા માણસીભાઈ વીરાભાઈ ચાસીયા અને તેમના કાકાના દીકરા ધવલભાઈ ગઈ તા.ર૧ ની બપોરે ત્રણેક વાગ્યે જીજે-૩ એચએસ ૮૨૭ નંબરના બાઈક પર બાટીશા જવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે દ્વારકા નજીક ખોડિયાર ચેકપોસ્ટ પાસે પહોંચ્યા ત્યારે જીજેે-૧-એચટી ૩૪૯૭ નંબરની ઈનોવા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી.
આ મોટરના ચાલકે પાછળથી ઠોકર મારતા માણસી તથા ધવલભાઈ ફંગોળાઈ ગયા હતા. રોડ પર પછડાયેલા ધવલભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્ત ને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ધવલભાઈનું મૃત્યુ નિપજ્યું છે. મોટરના ચાલક સામે માણસીભાઈએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial