Advertisement
Author: નોબત સમાચાર

નવાનગર ચેમ્બર દ્વારા કલેકટર કેતન ઠકકરનું સન્માન

નગરના ટ્રાફિક, એર કનેકિટવિટો, વિકાસના પ્રશ્નોની ચર્ચા પણ થઈ

જામનગર તા. ૫: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગર જિલ્લાના નવ નિયુકત કલેકટર કેતન ઠકકર (આઈએએસ)ને સન્માનવાનો એક કાર્યક્રમ ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો તથા સંસ્થાના સંલગ્ન સર્વે એસોસિએશનના હોદ્ેદારોની ઉપસ્થિતીમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ નવ નિયુકત કલેકટરનો તથા ચેમ્બરનો પરિચય આપી શબ્દોથી સ્વાગત કરતાં જણાવેલ કે ચેમ્બરની પ્રણાલિકા મુજબ જામનગર શહેર જિલ્લામાં નવ નિયુકત થતાં અધિકારીઓને આવકારી તેમની સાથે શહેરના વિકાસ તથા વેપાર-ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા વિચારણા તથા રજૂઆત કરવી પરંતુ કેતનભાઈ ઠકકરે તો જામનગરમાં જ વિવિધ હોદઓ ઉપર કામગીરી કરેલ છે. અગાઉના કાર્યકાળમાં અનેક વખત કુદરતી આફત સમયે ફૂડ પેકેટ વિતરણ જેવા અનેક કાર્યોમાં સહકાર મળેલ છે આથી તેઓ એક કાર્યદક્ષ અધિકારીની છાપ ધરાવે છે વધુમાં તેઓ જામનગરથી સુમાહિતગાર છે. આ તકે પ્રમુખે જામનગર શહેરના ટ્રાફિકના, એર કનેકિટવિટીના તથા શહેરના વિકાસના પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી.

કાર્યક્રમ દરમિયાન કલેકટરનું પુષ્પગુચ્છથી ચેમ્બરના પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજા, ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરી, મંત્રી અક્ષતભાઈ વ્યાસ, માનદ સહમંત્રી કૃણાલભાઈ શેઠ, માનદ એડિટર સુધીરભાઈ વછરાજાની, તત્કાલિન પૂર્વ પ્રમુખ તુલસીભાઈ ગજેરા, પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, જીતેન્દ્ર એચ. લાલ તેમજ ઉપસ્થિત સલગ્ન એસો. વતી, ધી જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના ઉપપ્રમુખ સુરેશભાઈ પી. હિરપરા, ધી સીડ્સ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રમુખ પરેશભાઈ જી. મહેતા, જામનગર સહકારી ઉદ્યોગનગર સંઘ લિમિટેડના ચેરમેન ધીરજલાલ કારીયા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનના ઓડિટર ગણપતભાઈ લાહોટી, જામનગર હાર્ડવેર મેન્યુફેકચર એસોસીએશનના ઉપપ્રમુખ મનસુખભાઈ સાવલા, ધી કોમર્શિયલ ટેકસ પ્રેકટિશનર્સ એસો.ના ઉપપ્રમુખ જયેશભાઈ કાનાણી, જામનગર મોટર મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ મહેશભાઈ રાણીપા, જામનગર ગુડ્સ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસો.ના પ્રમુખ મહાદેવસિંહ રાણા, ધી જામનગર ટેકસ બાર એસો.ના મંત્રી ઋષિકેશ રાઠોડ, જામનગર શેર હોલ્ડર્સ એસો.ના પ્રમુખ મુગટલાલ શાહ, જામનગર ટેકસ કન્સલ્ટન્ટ એસો.ના પ્રમુખ ભાવિકભાઈ ધોળકિયા, જામનગર એફએમસીજી ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસિએશનના પ્રમુખ વ્યોમેશભાઈ લાલ તથા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ.આઈ. આર.સી. ઓફ.આઈ.સી.એ.આઈ.ના ચેરમેનશ્રી હરદીપસિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

નવનિયુકત જિલ્લા કલેકટર કેતન ઠકકરે તેમનો પ્રતિભાવ આપતા જામનગરમાં બજાવેલ ફરજના સંસ્મરણો તાજા કર્યા હતા અને ભૂતકાળમાં ચેમ્બર દ્વારા વિવિધ તબકકે આપેલ સાથ અને સહકારની ચર્ચા કરેલ હતી. વધુમાં, હાલ કેન્દ્ર દ્વારા બ્રાસ સ્ક્રેપ ઉપર કસ્ટમ ડયુટી રદ કરેલ છે આથી જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને ખૂબ જ રાહત મળેલ છે. તેમજ જામનગર ટ્રાફિકના પ્રશ્ન ખૂબ જ છે જેમાં હાલ ખાસ કરીને જે ફલાય ઓવર બ્રિજના કામને લીધે ટ્રાફિક સમસ્યા રહે છે પરંતુ બ્રિજ બની ગયા ૫છી ખૂબ જ સરળતા રહેશે. તેમ છતા ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠક તાકિદે બોલાવી ટ્રાફિક સમસ્યા હળવી કરવા પર્યત્નો કરીશું. ફલાઈટ માટે ચેમ્બરે ખૂબ જ પ્રયત્નો કરેલ. તથા રાજય સરકારની ઉડાન સ્કીમની સબસિડી અંતર્ગત અમુક ફલાઈટો બંધ થઈ ગયેલ છે તેને ફરીથી ચાલુ કરવા સૌ સાથે મળી પ્રયત્નો કરીશું. તેમજ જામનગરના વિકાસ તથા લોકોની સુખાકારી જળવાઈ રહે તે માટે કટીબદ્ધતા દર્શાવેલ હતી.

કાર્યક્રમના અંતે ચેમ્બર પ્રમુખે કલેકટરને સ્મૃતિ સ્વરૂપે મોમેન્ટો અર્પણ કર્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના માનદ મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા આભાર દર્શન ઉપપ્રમુખ રમણીકભાઈ અકબરીએ હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh