Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં ઓખામંડળ-બારાડીની ઉભીધામ
દ્વારકા તા. ૫: દ્વારકાના રઘુવંશી સમાજના પીઢ અગ્રણી, જલારામ ભક્ત, ગૌસેવક જેઠાલાલ રાયઠઠ્ઠાના લગ્નજીવનની ૫૦ મી વર્ષગાંઠની ઉજવણી તા. ૭ માર્ચે દ્વારકામાં કરવામાં આવશે.
જેમાં ઓખામંડળ તથા બારાડીના રઘુવંશી સમાજની ઉભીધામ (સમૂહ ભોજન-પ્રસાદ)નું આયોજન દ્વારકાની ૧૪૦ વર્ષ જુની ગૌશાળાના પરિસરમાં કરવામાં આવ્યું છે.
આ સાથે હાલારનું હીર અને રઘુવંશી રત્ન એવા અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદે બિરાજમાન થયા છે તેવા જીતુભાઈ લાલના ભવ્ય સ્વાગત-સન્માનનો કાર્યક્રમ યોજાયો છે. જેમાં બારાડી તથા ઓખામંડળની વિવિધ સંસ્થાઓ દ્વારા જીતુભાઈ લાલનું સન્માન કરવામાં આવશે.
રઘુવંશી સમાજના આ મેળાવડાની સાથે ગૌશાળા પરિસરમાં ખંભાળીયાના મંડળ દ્વારા ભક્તિરસની ઝાંંખી તથા શ્રીનાથજીના અલૌકિક દર્શનનો કાર્યક્રમ યોજાશે. જેમાં વૈષ્ણવ સમાજના લોકગાયકો, સાજીંદાઓ ભક્તિરસનો કાર્યક્રમ રજુ કરશે. આ કાર્યક્રમમાં એકત્ર થનાર ધનરાશિ દ્વારકાની ગૌશાળાને અર્પણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial