Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલના સ્વામી ચંદ્રપ્રકાશે સૌરાષ્ટ્રના સંત શિરોમણી પૂ. જલારામબાપા અંગે કરેલા ઉચ્ચારણોનો જલારામ ભક્તોમાં સર્વત્ર ઉગ્ર વિરોધ-વંટોળ ઉઠવા પામ્યો હતો.
આ વિવાદાસ્પદ ટીપ્પણીના મુદ્દે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રકારના ઉચ્ચારણો કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય, પૂ. જલારામબાપાના ભક્તો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જ નહીં, દેશ-વિદેશમાં મોટી સંખ્યામાં છે અને તેમની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. આ પ્રકારની હરકતોનો ઉગ્ર વિરોધ કરવો જ જોઈએ. પણ આ પ્રકરણમાં સ્વામીએ વિડીયો પોસ્ટ કરી માફી માંગી લીધી છે અને વડતાલ મંદિર ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષે પણ સંતોષકારક ખૂલાસો આપવાની ખાત્રી આપી દીધી છે. આ સ્વામી પૂ. જલારામબાપાની જગ્યાએ વિરપુરમાં આવીને માફી માંગવાના છે તેવા સંજોગોમાં હવે કોઈ વિરોધ પ્રદર્શન કે આંદોલન કરવું યોગ્ય જણાતું નથી. આમેય પૂ. જલારામબાપાના 'ક્ષમાધર્મ'નું પાલન કરવાની આપણા સૌની જવાબદારી છે. આક્રોશને બાજુમાં રાખીને ક્ષમા આપી પૂ. જલારામબાપાની જગ્યાની ગરિમા વધારવાનો સમય છે.
કોઈપણ સંપ્રદાય કે ધર્મના સાધુ-સંતો કે ટ્રસ્ટીઓએ અન્ય ધર્મ કે પૂજ્ય વ્યક્તિવિશેષ પ્રત્યે સમજ્યા - વિચાર્યા વગર ધાર્મિક લાગણી દુભાય તેવા નિવેદનોથી દૂર રહેવાની જરૂર છે.
આ પ્રકરણમાં હવે કાંઈ કરવાનું રહેતું નથી. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં હાપા જલારામ મંદિરના મુખ્ય ટ્રસ્ટી તથા લોહાણા અગ્રણી રમેશભાઈ દત્તાણી તેમજ સિનિયર પત્રકાર અને લોહાણા અગ્રણી ગિરીશભાઈ ગણાત્રા ઉપસ્થિત રહ્યાં હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial