Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
જામનગર તા. ૫: જામનગરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કુસુમબેન મોહનલાલ ગોસરાણી ઈન્ટરનેશનલ સ્કૂલ (આઈસીએસઈ પ્રપોઝડ) નો ઉદ્ઘાટન સમારોહ કેએમજીઆઈએસ પ્રિમિયર ગાલા યોજાયો હતો.
દાતા સ્વ. કુસુમબેન ગોસરાણી પરિવારના નીપાબેન તથા હિરેનભાઈ ગોસરાણી, ભૂમિકાબેન તથા ભાવિનભાઈ ગોસરાણી અને પરિવારજનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સંસ્થા શરૂ કરવામાં સહયોગ આપનાર ૧૬ વ્યકિતઓને એવોર્ડ આપી સન્માન કરાયું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાજયકક્ષાના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રમણીકલાલ શાહ, ઓનરરી સેક્રેટરી ચંદુલાલ શાહ, ટ્રસ્ટી કેશુભાઈ ગોસરાણી, ડો. ભરતેષ શાહ, હિરેનભાઈ ગોસરાણી, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓના મેનેજમેન્ટ કમિટી મેમ્બર્સ, કલાબેન શાહ, સૂર્યાબેન શાહ, જયશ્રીબેન માલદે, પરિમલભાઈ વાધર, કમલેશભાઈ સાવલા, રમેશભાઈ કોટેચા, જયભાઈ શાહ, અશોકભાઈ ઈન્જેટી, દીપ્તિબેન પંડયા, ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના વડા ડો. સ્નેહલ કોટક પલાણ, ડો. અજય શાહ, હેતલ સાવલા, ધવલ ભટ્ટ, જીપાલ પટેલ, બંસરી ભટ્ટ, તમામ સંસ્થાના સ્ટાફગણ, કેએમજીઆઈએસ શાળાનાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તથા જામનગરના શ્રેષ્ઠીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આભારવિધિ કોલેજના કેમ્પસ ડાયરેકટર ડો. સ્નેહલ કોટક પલાણ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રિન્સીપાલ શ્રીમતી માધવી જોષીના માર્ગદર્શન હેઠળ કો-ઓર્ડીનેટર્સ સેન્ડ્રા ક્રેસ્ટો, ધારા ભુવા તથા પાયલ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial