Advertisement
Author: નોબત સમાચાર

ભારત સહિત ચાર દેશો પર બીજી એપ્રિલથી લાગુ થશે રેસિપ્રોકલ ટેરિફઃ ડોનાલ્ડ ટ્રમ્પ

દુનિયાભરમાં ખળભળાટ મચાવતી સ્પીચઃ બે વખત 'ઈન્ડિયા'નો ઉલ્લેખઃ સંસદમાં સૌથી લાંબુ ભાષણ કરતા અમેરિકન રાષ્ટ્રપતિ

વોશિંગ્ટન તા. પઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંની સંસદમાં લાંબુ ભાષણ કરતા કેટલીક એવી જાહેરાતો કરી હતી, જેથી વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ભારત સહિત ચાર દેશો પર બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની પણ જાહેરાત કરી છે, જેના રાષ્ટ્રીય અને વિશ્વકક્ષાએ પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ કોંગ્રેસને સંબોધવા પહોંચ્યા હતા. સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વોરથી માંડીને યુક્રેન યુદ્ધ અને ભારત પર ટેરિફ સહિતના અનેક મહત્ત્વના મુદ્દાઓ પર તેમણે મોટી જાહેરાત કરી. આ સાથે તેમણે અમેરિકન ઈતિહાસનું સૌથી લાંબુ ભાષણ પણ આપ્યું.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, ર એપ્રિલથી કેનેડા, મેક્સિકો, ચીન અને ભારત સામે રેસિપ્રોકલ ટેરિફ લાદીશું. ઉલ્લેખનિય છે કે, અમેરિકાએ કેનેડા, ચીન અને મેક્સિકો જેવા દેશો પર પહેલાથી જ રપ ટકા જેટલા ટેરિફની જાહેરાત કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે ત્યારે હવે ભારતને પણ મોટો ફટકો પડવાની તૈયારી છે.

ભારત વિશે ટ્રમ્પે કહ્યું કે તે અમારા પર વધારે ટેક્સ અને ટેરિફ લગાવે છે જે અયોગ્ય છે. ભાષણમાં બે વખત ભારતનો ઉલ્લેખ કરતા તેમણે જાહેરાત કરી દીધી કે  ર એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ થશે. ભારત સહિત કેનેડા, મેક્સિકો, ચીન પર આ રેસિપ્રકલ ટેરિફ લાગુ પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમની સ્પીચમાં ફરી એકવાર ભારતનો ઉલ્લેખ કર્યો. તેમણે કે કેનેડા, મેક્સિકો અને ભારત તથા દક્ષિણ કોરિયા અમેરિકા પાસેથી ભારે ટેરિફ વસૂલી રહ્યા હતાં. જેના પર અમે કાર્યવાહી કરી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરતા કહ્યું કે અમારાથી જે જે લોકો આજ સુધી પૈસા લેતા આવ્યા છે તેમનાથી હવે વસૂલી કરવાનો ટાઈમ આવી ગયો છે. અમે એ પૈસા વસૂલ કરીશું અને અમેરિકામાં મોંઘવારીને કાબૂમાં લાવીશું. અત્યાર સુધી હું બાઈડેનની ખરાબ નીતિઓની અસરથી દેશને બહાર લાવવા પ્રયાસ કરી રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં પ્રમુખ બનતાની સાથે જ અનેક મોટા નિર્ણયો લીધા. સંધીય ભરતી, નવી ફડરલ પોલિસી અને અમેરિકાની નુક્સાનકારક વિદેશ નીતિઓ રદ્ કરી નાખી. ગ્રીન ન્યૂ સ્કેમ મૂર્ખામીભર્યો અને મેં તેનો અંત લાવ્યો. અમેરિકા માટે પેરિસ ક્લાઈમેટ કરાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અમેરિકા વિરોધી સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર પંચમાંથી હાથ પાછા ખેંચી લીધા. તેમણે કહ્યું કે અમે જુની સરકારો દ્વારા લાવવામાં આવેલા ઈવી વાહનોને લગતા નિયમ રદ્ કરી દીધા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહૃાું કે અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહૃાા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. ટ્રમ્પે યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના પત્રના વખાણ કરતા કહૃાું કે મને ઝેલેન્સ્કીનો પત્ર ગમ્યો. અમારી રશિયા સાથે ગંભીર વાતચીત થઈ છે. ટ્રમ્પે કહૃાું કે અમને મોસ્કો તરફથી પણ મજબૂત સંકેતો મળ્યા છે. રશિયા શાંતિ માટે તૈયાર છે. તેમણે સંસદમાં હાજર લોકોને પૂછ્યું, 'શું આ સારી વાત નથી?' હવે આ યુદ્ધનો અંત આણવો જરૂરી છે.

અમારી સરકાર પનામા નહેર પર કબજો કરી લેશે. આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને. અમે ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું. જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો અમે કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે જો બાઈડેન અમેરિકન ઈતિહાસના સૌથી ખરાબ પ્રમુખ રહૃાા છે. તેમના કાર્યકાળમાં દર મહીને લાખો લોકો અમેરિકામાં ગેરકાયદે રીતે એન્ટ્રી કરી રહૃાા હતા. ડેમોક્રેટ્સને જોતા ટ્રમ્પે કહૃાું કે મને દેખાય છે કે હું ગમે તે બોલીશ પણ તમને મજા નહીં આવે અને તમે તાળીઓ પણ નહીં પાડવાના.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈલોન મસ્કના ભારે વખાણ કર્યા હતા. આ દરમિયાન તેમને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપવામાં આવ્યું હતું. ટ્રમ્પે આ દરમિયાન કહૃાું હતું કે તેમણે અદભુત કામગીરી કરી છે અને તેમને આ વખાણની જરૂૂર પણ નથી.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું, 'મેં અત્યાર સુધીમાં લગભગ ૧૦૦ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરી દીધા છે અને સત્તામાં મને હાલ ૬ અઠવાડિયા થયા છે. આટલા સમયમાં જ મેં ૪૦૦ થી વધુ એક્ઝિક્યુટિવ પગલાં લીધા છે.'

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહૃાું કે અમેરિકામાં હવે ફક્ત બે જ જેન્ડર હશે જેમાં એક છે મહિલા અને બીજા પુરુષ. મેં પુરુષોને મહિલાઓની રમતમાં રમાડવા સામે પ્રતિબંધ મૂકી દીધો છે.

મેં થોડા દિવસ પહેલા અંગ્રેજીને એકમાત્ર સત્તાવાર ભાષા બનાવી છે. મેક્સિકોનો અખાત અમેરિકાના અખાતમાં બદલી દેવાયો છે.  ટ્રમ્પે કહૃાું કે અમે નક્કી કર્યું છે કે દરેક નવા નિર્ણય માટે, ૧૦૦ જૂના નિર્ણયો રદ કરવામાં આવશે.

ટ્રમ્પે ભાષણની શરૂઆત 'અમેરિકા ઈઝ બેક' થી કરી હતી. અને પ્રારંભિક ૪૩ દિવસના નિર્ણયો ઉપરાંત હવે પછી લેવાનારા નિર્ણયોના પણ સંકેતો આપી દીધા હતા.

અમેરિકન સ્વપ્નનું નવીનીકરણઃ વ્હાઈટ હાઉસ

વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી હતી કે આ સંબોધનનો વિષય *અમેરિકન સ્વપ્નનું નવીનીકરણ* છે. તમને એ પણ જણાવી દઈએ કે ટ્રમ્પના આ ભાષણને 'સ્ટેટ ઓફ ધ યુનિયન' હેઠળ નહીં ગણવામાં આવે. કારણ કે આ ભાષણ સામાન્ય રીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રમુખ દ્વારા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ ટ્રમ્પ દ્વારા કોંગ્રેસમાં આપવામાં આવેલું સામાન્ય ભાષણ જ ગણાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh