Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રીનો પૂત્ર ભાગીદાર.... એટલે મંજૂરી...!
અમદાવાદ તા. ૪: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગ્રધા તાલુકાના સોલડી ગામની સીમમાં ખેતીલાયક જમીન વચ્ચે બાયો મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે મંજૂરીનું પ્રકરણ ચર્ચાના ચાકડે ચડ્યું છે. આ પ્લાન્ટમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો પુત્ર ભાગીદાર હોવાના કારણે મંજૂરી મળી હોવાનો સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
એટલું જ નહીં ગ્રામજનોએ કોઈપણ સંજોગોમાં આ પ્લાન્ટનું નિર્માણ કરવા નહીં દઈએ તેવો નિર્ણય કરી ચૂંટણી બહિષ્કાર તથા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ આપી છે.
દેવયોગી હેલ્થકેર પ્રા.લિ. દ્વારા સોલડી ગામની સીમમાં બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાની કાર્યવાહી શરૂ થઈ હતી. જે અંગે લોક સુનાવણી યોજાય છે. તો તેમાં પણ ઉગ્ર વિરોધ થયો હતો. ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં વાંધા રજૂ કર્યા હતાં. તેમ છતાં આ પ્લાન્ટની મંજૂરીના અંતિમ તબક્કાઓ સુધી એટલે કે પર્યાવરણ ક્લીયરન્સની કાર્યવાહી માટે ગાંધીનગર અરજી પહોંચી ગઈ હોવાથી રોષ વધુ ઉગ્ર થયો છે.
આ કંપનીના ચાર ભાગીદારો એક મંત્રી રાઘવજીભાઈ પટેલનો પુત્ર જયેન્દ્ર હોવાના પુરાવા સામે આવતા આખું પ્રકરણ ચર્ચાસ્પદ બન્યું છે. રાજકીય નેતા પિતાની વગના કારણે યેનકેન પ્રકારે આ પ્લાન્ટની મંજૂરી મેળવી લેવા પૂરૃં જોર લગાડવામાં આવી રહ્યાંનું ચર્ચાઈ રહ્યું છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ પ્લાન્ટ શરૂ થવાથી તે જમીન ઉપરાંત આસપાસની ખેતીલાયક જમીનો અને પાણીના તળને ભારે નુકસાન થવાની ભીતિ છે.
કૃષિમંત્રી ખેડૂતોની વેદના સમજવાના બદલે કંપનીના માલિકો પ્રત્યે મીઠી નજર રાખતા હોય, તેમ જણાય રહ્યું છે.
આ પ્લાન્ટના નિર્માણ સમયે સ્થાનિક ધારાસભ્ય પ્રકાશ વરમોરા તેમજ સંસદસભ્ય ચંદુભાઈ શિહોરાએ પણ વન પર્યાવરણ મંત્રીને રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
હવે આ પ્રશ્ને ગામમાં મિટિંગોનો દોર શરૂ થયો છે. અને સોલડી ગામની સીમમાં કોઈપણ સંજોગોમાં આ પ્લાન્ટ નાખવા નહીં દઈએ તેવા સંકલ્પ સાથે ગ્રામજનો વિરોધ પ્રદર્શન અને આંદોલનની તૈયારી કરી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial