Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજેરોજનું વ્યાજ ચૂકવ્યા પછી પણ પજવણીઃ
જામનગર તા.૪ : ઓખામંડળના આરંભડામાં રહેતા અને ચાની હોટલ ચલાવતા એક યુવાને બે શખ્સ પાસેથી રૂ. ૧ લાખ ૩૫ હજાર પાંચ ટકાના વ્યાજે લીધા પછી રોજેરોજ વ્યાજ ચૂકવ્યું હોવા છતાં કડક ઉઘરાણી કરાતા અને આ આસામીના પિતાએ લીધેલા રૂપિયા સાડા ત્રણ લાખ સામે દર અઠવાડીયે વ્યાજ મેળવ્યા પછી પણ એક શખ્સે ફોન કરી ઉઘરાણી કરતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ઓખામંડળના મીઠાપુર નજીક આરંભડા ગામની સીમમાં મહાવીર સોસાયટીમાં રહેતા પંકજભાઈ પ્રવીણભાઈ રાઠોડ ઉર્ફે પપ્પુભાઈ નામના ચાની હોટલના સંચાલકે સુરજકરાડી ગામમાં વસવાટ કરતા કારાભા ભઠડ, જયેશ સાગરભાઈ પંડયા અને આરંભડા ગામની સીમમાં રહેતા વલૈયાભા દેવુભા સુમણીયા સામે મીઠાપુર પોલીસમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના પિતા પ્રવીણભાઈએ બેએક વર્ષ પહેલાં રૂ. ૫૦ હજાર દર અઠવાડીયાના રૂ. ૩૫૦ વ્યાજ લેખે કારાભા પાસેથી મેળવ્યા હતા. તે પછી કટકે કટકે ૫૦ હજાર મળી કુલ રૂ. સાડા ત્રણ લાખ વ્યાજે લીધા હતા અને દર અઠવાડીયે રૂ. ૨૪૫૦ વ્યાજ પેટે ચૂકવ્યા હતા.
તે ઉપરાંત પંકજભાઈએ રૂ. ૧ લાખ છએક મહિના પહેલાં વલૈયાભા પાસેથી પાંચ ટકાના વ્યાજે લીધા પછી રોજના રૂ. ૫૦૦ લેખે રૂ. ૧ લાખ ૨૦ હજાર ચૂકવી આપ્યા હતા. તેમ છતાં ફોન કરી વલૈયાભા ઉઘરાણી કરતા હતા. જ્યારે બેએક મહિના પહેલાં જયેશ પંડયા પાસેથી રૂ. ૩૫ હજાર પાંચ ટકાના વ્યાજે લઈ પંકજભાઈ રોજ રૂ. ૪૦૦ વ્યાજ પેટે ચૂકવતા હોવા છતાં વ્યાજ મોડું થાય તો ફોન કરી જયેશ ઉઘરાણી કરતો હોવાથી ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસે કારાભા તથા વલૈયાભા, જયેશ પંડયા સામે ગુજરાત નાણા ધિરધાર એક્ટ કલમ ૪૦, ૪૨ (એ) (ડી) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial