Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતસાગરથી ર૦ એએમએલડી પાણીના વહન માટે
જામનગર તા. ૪: જામનગરમાં પાણીની પાઈપલાઈન પાથરવા માટે ૧૩ ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. હાલ ચાલતી કામગીરીના કારણે વાહનચાલકો, રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના પવનચક્કી સર્કલમાં રોડ નીચેથી પાણી લાવતી પાઈપલાઈન પસાર કરવા માટે ૧૩ ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જે હજુ એક સપ્તાહ સુધી કામગીરી ચાલશે. હાલમાં ચાલતી આ કામગીરીના કારણે લોકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
રણજીતસાગર રથી દૈનિક ર૦ એમએલડી પાણી મેળવવા માટે પાઈપ લાઈન નાખવામાં આવી રહી છે. ૯૦૦ એમએમની પાઈપ લાઈન નાખવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. તે પછી પંપ હાઉસ, દિગ્જામ સર્કલ સોલેરિયમ ઈએસઆર સુધીની ૭૦૦ એમએમ ડાયા.ની પાઈપલાઈન નાખવામાં આવશે.
પંપહાઉસથી પવનચક્કી સુધી કામગીરી પહોંચ્યા પછી ત્યાંથી અંડર ગ્રાઉન્ડ પસાર થતી રણમલ તળાવની કેનાલથી પણ નીચેના પાઈપલાઈન માટે ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. ખાસ કરીને જમીનમાં ૧૩ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવી રહ્યો છે. હાલ તો આ કામગીરીના કારણે રાહદારીઓ, વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial