Advertisement
Author: નોબત સમાચાર

રૂ. ૩૪ લાખ ઉપરાંતની ઉચાપતના કેસમાં કેશીયરની જામીન અરજી મંજૂર

વાંસજાળીયાની બેંકનો ઉચાપતનો મામલોઃ

જામનગર તા.૪ : જામજોધપુરના વાંસજાળીયાની એક બેંકના કેશીયર સામે રૂ. ૩૪,૪૫,૦૦૦ની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ હતી. જેલહવાલે રહેલા આરોપીએ ચાર્જશીટ પછી જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં આવેલી જામનગર કો.ઓપ. બેંકની શાખામાં ગઈ તા.૩૦-૧૦-૨૪ ના દિને વિજીલન્સ ટીમે ચેકીંગ કરતા અને રોકડ ચેક કરવા તિજોરી ખોલવા શાખા મેનેજરને કહ્યું હતું. મેનેજર આર.એચ. પંડયાએ બીજા મેનેજર આંબલીયા રજા પર છે અને તિજોરીની બીજી ચાવી કેશીયર ડી.એમ. સાદરીયા પાસે હોવાનું કહ્યું હતું.

તે ચાવી મંગાવી તિજોરી ચકાસાતા તેમાંથી રૂ. ૩૧,૨૫૦ મળી આવ્યા હતા અને રૂ. ૩૪,૪૫,૦૦૦ ઓછા હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી રિપોર્ટ કરાયો હતો. કેશીયર સામે તે રકમની ઉચાપતની ફરિયાદ પોલીસમાં કરાઈ હતી.

આરોપી કેશીયર ડી.એમ. સાદરીયાએ આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટ સુધી પ્રયત્ન કર્યાે હતો અને ન મળતા પોલીસ સમક્ષ રજૂ થયા હતા. તેની તપાસ પૂર્ણ થતાં અદાલત સમક્ષ ચાર્જશીટ કરાયું હતું. તે પછી જેલહવાલે રહેલા આરોપી ડી.એમ. સાદરીયાએ જામીન અરજી કરી હતી. તે અન્વયે બચાવપક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી કેશીયરને રૂ. પ૦ હજારના જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ ડો. વી.એચ. કનારા તથા તેમની ટીમના એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ,  આર.ડી. સીસોટીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.ડી. વરૂ, વી.એસ. ખીમાણીયા, જે.એ. નંદાણીયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh