Advertisement
Author: નોબત સમાચાર

ધોરણ ૧ થી ૮ માં અને બદલીથી ખાલી થયેલ જગ્યામાં વિદ્યા સહાયકોની ભરતી કરો

જામનગર તા. ૪: ધો. ૧ થી ૮ ની ચાલુ વિદ્યા સહાયકોની ભરતીમાં જગ્યામાં વધારો કરવા તેમજ જુના શિક્ષકો અને આચાર્યની બદલી પછી ખાલી થયેલ જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયકની ભરતીમાં જગ્યા વધારવાની માંગણી સાથે જામનગરમાં જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ-ર૦ર૩ માં ધો. ૧ થી ૮ માં વિદ્યા સહાયક ભરતી માટે ટેટ-૧ અને ટેટ-ર ની પરીક્ષા લેવાઈ હતી. આ પછી ધો. ૧ થી પ માં પ૦૦૦ અને ધો. ૬ થી ૮ માં ૭૦૦૦ તથા અન્ય માધ્યમની ૧૮પર એમ મળીને કુલ ૧૩૮પર વિદ્યા સહાયકોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી હતી.

વર્ષ-ર૦૧૧ થી ર૦ર૩ સુધીના તમામ ટેટ પાસ ઉમેદવારો તેમજ હાલના વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકોએ પણ પોતાના વતનનો લાભ લેવા માટે એનઓસી કઢાવી બોન્ડ ભરીને ફરીથી અરજી કરી છે. જેને લઈને ટેટ-૧ ની ૯૩૭૧ અને ટેટ-ર ની પ૩૪૪૭ તથા અન્ય માધ્યમમાં ૧૩૪ર અરજી એમ કુલ ૬૪,૧૬૦ અરજીઓ આવી છે. તેની સામે માત્ર ૧૩૮પર વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે તો મહત્તમ યુવાઓનું શિક્ષક બનવાનું સ્વપ્ન રોળાઈ જાય. આથી ધો. ૧ થી ૮ માં વિદ્યા સહાયકોની ભરતીની જગ્યા વધારવી જોઈએ.

ધો. ૬ થી ૮ માં ગણિત, વિજ્ઞાનના ૧૯૦૧૦, સામાજિક વિજ્ઞાનના ૧૮,૮ર૩ અને ૧પ,૬૧૪ એમ મળીને કુલ પ૩૪૪૭ આવેલ અરજીઓની સામે માત્ર ૭૦૦૦ ની ભરતી કેમ?

આથી ભરતીની જગ્યામાં વધારો કરવો જોઈએ, ધો. ૧ થી પ માં ર૧૩પ૪ જગ્યાનું મહેકમ ખાલી છે. તેની સામે માત્ર પ૦૦૦ ની ભરતી થાય છે. આથી આ જગ્યાઓમાં પણ વધારો કરવો જોઈએ.

સરકાર દ્વારા વર્ષ-ર૦ર૩ માં ટાટ (એસ) અને ટાટ (એમએસ) ની દ્વિ-સ્તરીય પરીક્ષા લેવાઈ હતી. તેમાં ૩૮૩૩૦ ઉમેદવારો પાસ થયેલ છે. તેની સામે માધ્યમિકમાં ૩પ૧૭ અને ઉચ્ચતર માધ્યમિકમાં ૪૦૯ર જગ્યાઓ મળી કુલ ૭૬૦૯ શિક્ષક સહાયકની ભરતી કરવાથી ઉમેદવારો રોજગારથી વંચીત રહેશે. અને ખાલી જગ્યાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થશે.

૧૧પર જેટલા આચાર્યની ભરતી પછી ખાલી થયેલ શિક્ષક સહાયકની ભરતીમાં જગ્યા વધારારૂપે સામેલ કરવામાં આવે.

૪૦૦૦ જેટલા જુના શિક્ષકોની બદલી પ્રક્રિયાના અંતે ખાલી રહેતી શિક્ષક સહાયકની જગ્યાઓ ચાલુ શિક્ષક સહાયકની ભરતીમાં વધારારૂપે સામેલ કરવામાં આવે. તથા તા. ૩૧-પ-ર૦રપ સુધીમાં નિવૃત્ત થનાર શિક્ષકોની ખાલી પડતી જગ્યાઓ ચાલુ ભરતીના મહેકમને ધ્યાનમાં લેવામાં આવે.

ઉપરોક્ત તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે અને ઝડપથી ન્યાય મળે તેવી માંગણી આ આવેદન પત્રમાં કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh