Advertisement
Author: નોબત સમાચાર

ભાજપ શાસિત અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની જનતાને ૩૦-૩૦ વર્ષથી અન્યાય

ધારાસભ્ય હેમત ખવાનો આક્રોશ

જામનગર તા. ૪: દિલ્હીમાં કેજરીવાલની જનકલ્યાણકારી યોજનાઓને 'રેવડી' કહી વગોવનાર ભાજપે દિલ્હીમાં અને અન્ય રાજ્યોમાં સત્તા મેળવવા અનેક સહાય જાહેર કરી 'રેવડી' વ્હેચી હતી. અને તેનો અમલ કર્યો છે. પણ ગુજરાતની જનતાને ભાજપની સરકાર દ્વારા ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્રોશ આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ એક નિવેદનમાં વ્યક્ત કર્યો છે.

મધ્યપ્રદેશમાં દર મહિને મહિલાઓને ૧,૦૦૦ રૂપિયા સન્માન નિધિ આપવામાં આવે છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં ૧પ૦૦ રૂપિયા આપવામાં આવે છે. અને દિલ્હીમાં મહિલાઓ માટે રૂ.  ર૧૦૦ જેવી યોજનાની વાતો થકી જ દિલ્હીમાં ભાજપ સરકાર સત્તામાં આવી છે. તો છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતની બહેનો અને યુવાનો તથા ખેડૂતો ભાજપને ખોબલે ખોબલે મત આપી રહ્યાં છે. જેના માટે ભાજપ સરકારે અત્યાર સુધીમાં શું કર્યુ...? અન્ય રાજ્યોમાં મહિલાઓ માટે ચાલતી આવી કલ્યાણકારી યોજના ગુજરાતમાં આજ સુધી કેમ અમલ થઈ નથી...?

ભાજપ સરકારની એકને ગોળ અને એકને ખોળની નીતિ રીતે ઉજાગર કરતા હેમંતભાઈએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપ છેલ્લા ૩૦ વર્ષથી શાસન ભોગવતું હોવા છતાં ગુજરાતની બહેનોને ૮ર૦ રૂપિયાના ભાવે રાંધણ ગેસનો બાટલો મળે છે. જ્યારે દિલ્હીમાં ભાજપે પ૦૦ રૂપિયામાં ગેસનો બાટલો આપવાની વાત કરી સત્તા હાંસલ કરી લીધી છે. એટલું જ નહીં વૃદ્ધ પેન્શન સહાય ગુજરાતમાં માત્ર ૧ હજાર રૂપિયા અપાય છે. જ્યારે દિલ્હીમાં સીધી ર૦૦૦ આપવાની વાત કરી ભાજપે સત્તાનો તાજ પોતાના શિરે ઓઢી લીધો છે અને માતૃત્વ પુરસ્કાર યોજના પેટે ગર્ભવતી મહિલાને ર૧૦૦ રૂપિયા આપવાની વાત કરી ભાજપ સત્તામાં આવી છે. તો ગુજરાતના તમામ વર્ગને અન્યાય કેમ...?

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh