Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યવ્યાપી અદાલતી આદેશોનો અન્યત્ર અમલ થાય છે ખરો?
ખંભાળિયા તા. ૪: તાજેતરમાં સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના આદેશ તથા તેમાં દાખલ થયેલ લીટીગેશનના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, પછી ખંભાળિયા અને તે પછી ભાણવડના તાલુકા મામલતદારો દ્વારા રસ્તાને નડતરરૂપ ધાર્મિક દબાણો પંદર દિવસમાં દૂર કરવા નોટીસો આપતા તથા જે તે મામલતદાર ઓફિસોમાં નોટીસ બોર્ડ પર બાંધકામ અંગે સર્વે નંબર સહિત નોટીસો પ્રકાશિત થતા આ તમામ તાલુકાઓમાં ભારે ઉહાપોહ મચી ગયો છે.
હનુમાન મંદિરો, શિવ મંદિરો, સતીમાતાજીની જગ્યા, પ્રાચીન વાછરાડાડાના મંદિરો, દરગાહ, મુસ્લિમ ધર્મ સ્થાનો, પીરના સ્થાનો, વિવિધ માતાજીના મંદિરો, પ્રાચીન ખેતરપાળના દેવસ્થાનો, મંદિરો તથા શહેરી વિસ્તારોમાં પણ બાંધકામ અંગે નોટીસો આપવામાં આવતા ભારે ઉહાપોહ થયો છે.
મુખ્ય ધાર્મિક સ્થાનો જ કેમ?
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર ધાર્મિક સ્થાનોને જ ટારગેટ બનાવીને તેમને જ નોટીસો આપવામાં આવી છે. પ્રશ્ન થાય કે દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકામાં તમમ તાલુકાઓમાં વ્યાપક જમીન દબાણો છે જ જેમાં દુકાનો, મકાનો, રહેણાંક પ્લોટ, વંડા બનાવાયેલા છે, તો તેવા દબાણોને નોટીસ કેમ નથી. માત્ર ધાર્મિક જ સ્થાનોને લીધે લોકોમાં ઉહાપોહ થયો છે. જિલ્લામાં સ્થળે કોર્ટના આદેશો પછી પણ દબાણો હટ્યા નથી તો પછી માત્ર પીટીશનથી દબાણો હટાવવા તે પણ માત્ર ધાર્મિક જ આમ કેમ? નવાઈની વાત છે કે સમગ્ર રાજ્યમાં આ આદેશ લાગુ છે પણ અન્ય જિલ્લામાં હજુ કંઈ થયું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial