Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રેયસ હાઈસ્કૂલમાં યોજાયો
જામનગર તા. ૪: જામનગરના શ્રેયસ કેળવણી મંડળ સંચાલિત શ્રેયસ હાઈસ્કૂલમાં જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના નવનિયુકત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે શાળાના ધો.૧૦-૧૨ના ૧૪૦ વિદ્યાર્થિની તથા ૪૫ વિદ્યાર્થીઓ મળી કુલ ૧૮૫ છાત્રોને વિદાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.
સ્વાગત પ્રવચન સંસ્થાના પ્રમુખ વિરમભાઈ વકાતરે કર્યું હતું. જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ કરસનભાઈ ડાંગર, પ્રમુખ દીપકભાઈ ઠકકર, માનદમંત્રી જયંતિભાઈ શાહનું સન્માન પાઘડી પહેરાવી પુસ્તક અર્પણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી વકાતર, ધીરૂભાઈ બાંભવા, વિજયભાઈ ઠુંગાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત પ્રો. આશર, પાર્થભાઈ પંડયા, જમનભાઈ તારપરા, વિજયભાઈ ઠુંગા, સંજયભાઈ પટેલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ધો. ૧૦-૧૨ના છાત્રોને કરસનભાઈ ડાંગર, દીપકભાઈ ઠકકર, પાર્થભાઈ પંડયાએ શુભેચ્છા-આશીર્વાદ પાઠવ્યા હતા. સંસ્થા તરફથી દરેક વિદ્યાર્થીને બોલપેન તથા આર્યસમાજ તરફથી પુસ્તકની ભેટ આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial