Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીની આયાત પરનો ટેરિફ વધારીને ર૦ ટકા કરાયોઃ બે દેશોએ કર્યો વળતો પ્રહારઃ ટ્રમ્પની શેખી- બન્ને દેશો પાસે કોઈ વિકલ્પ જ નથી!
વોશિંગ્ટન તા. ૪: અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર તત્કાળ અસરથી રપ ટકા ટેરિફ લાગુ કરી દીધો છે, અને ચીન પર પહેલેથી લગાવેલા ૧૦ ટકામાં વધારો કરીને ર૦ ટકા ટેરિફ કર્યો છે. તેમણે કહ્યું કે બીજો કોઈ વિકલ્પ જ નથી. ટ્રમ્પના આ નિર્ણય પછી શેરબજારમાં હલચલ મચી ગઈ છે.
પત્રકાર પરિષદમાં સંબોધનમાં અમેરિકન પ્રમુખ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'ચોથી માર્ચથી તત્કાળ અસરથી કેનેડા અને મેક્સિકો પર રપ ટકા ટેરિફ લાદવામાં અવશે.' આ ઉપરાંત ટ્રમ્પે ચીની આયાત પર પહેલાથી જ લાદવામાં આવેલા ૧૦ ટકા ટેરિફને ર૦ ટકા સુધી વધારવાનો આદેશ પણ આપ્યોે છે. આ આદેશ પણ આજથી અમલમાં આવશે. ફેન્ટાનાઈલના ગેરકાયદે વેપાર સામે લડવા માટે ચીને હજુ સુધી કોઈ નક્કર વ્યૂહરચના વિક્સાવી નથી.
પ્રત્યાઘાતો આપતા કેનેડાના વિદેશમંત્રી મેલોની જોલીએ કહ્યું કે, જો ટ્રમ્પ તેમની ટેરિફ યોજના લાગુ કરશે તો તેમની સરકાર બદલો લેવા તૈયાર છે. અમે ટેરિફના પ્રથમ તબક્કા સાથે તૈયાર છીએ, જે ૩૦ બિલિયન ડોલર છે.
મેક્સિકન પ્રમુખ ક્લાઉડિયા શેનબૌમે કહ્યું કે, 'અમે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની ધમકીઓનો જવાબ આપશું. આ એક એવો નિર્ણય છે જે યુનાઈટેડ સ્ટેટ્સની સરકાર અને યુનાઈટે સ્ટેટ્સના પ્રમુખ પર આધાર રાખે છે. તેથી તેમનો નિર્ણય જે પણ હશે, અમે પણ અમારો નિર્ણય લઈશું. અમારી પાસે પણ એક યોજના છેેેેેેેેેેેેેેેેેે.'
આ ઉપરાંત ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, આ દેશો પાસે હવે અમેરિકન વેપાર કાર્યવાહીથી બચવા માટે કોઈ રસ્તો બચ્યો નથી. આ જાહેરાત પછી એક મહિના માટે ટેરિફ અગાઉ બંધ કરવામાં આવ્યા હતાં. જેનાથી કેનેડા અને મેક્સિકો સાથે રાજદ્વારી વાટાઘાટો માટે જગ્યા મળી.
અત્રે ઉલ્લેખનિય છે કે, મેક્સિકો અને કેનેડા બન્નેએ છૂટછાટો આપવાનું આપ્યા પછી ફેબ્રુઆરીમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહિનાનો વધારો આપ્યો હતો, પરંતુ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે મેક્સિકો કે કેનેડા માટે નવા ટેરિફથી બચવા માટે કોઈ જગ્યા બાકી નથી. કેનેડા મેક્સિકોની સમયમર્યાદા સમાપ્ત થઈ છે અને આજથી રપ ટકા ટેરિફ લાદવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હવે વિલંબનો કોઈ અવકાશ નથી.
ટેરિફ પર ટ્રમ્પની જાહેરાત પછી અમેરિકી શેરબજારમાં હલચલ જોવા મળી રહી છે. એસએડપી પ૦૦ ઈન્ડેક્સ ર ટકા નીચે આવી ગયું હતું. આ એ રાજનૈતિક અને આર્થિક જોખમના સંકેત છે. ઊંચા ફૂગાવાની સંભાવના અને મેક્સિકો અને કેનેડા સાથે દાયકાઓ જુની વેપાર ભાગીદારીના સંભવિત અંતને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ જે રાજકીય અને આર્થિક જોખમો લેવા માટે મજબૂર છે તેનો આ સંકેત છે, છતાં ટ્રમ્પ વહીવટી તંત્ર હજુ પણ માને છે કે અમેરિકન ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વિદેશી રોકાણ આકર્ષવા માટે ટેરિફ શ્રેષ્ઠ વિકલ્પ છે. વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે સોમવારે જણાવ્યું હતું કે કમ્પ્યુટર ચિપ નિર્માતા ટીએસએમસી એ અલગથી રપ ટકા ટેરિફની શક્યતાને કારણે યુએસમાં તેના રોકાણનો વિસ્તાર કર્યો છે.
'જેવા સાથે તેવા'ની નીતિનો તેવોજ જવાબઃ
કેનેડા ત્રણ અઠવાડિયામાં ૧રપ અબજ ડોલરની આયાત પર લાદશે ટેરિફ
અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કેનેડાની સરકારે પણ અમેરિકાની પ્રોડક્ટ્સ પર કાઉન્ટર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, કેનેડા આ અન્યાયી ટેરિફ વલણનો જવાબ આપશે. ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લાદવાની જાહેરાત કરતા જ કેનેડાએ પણ કાઉન્ટર ટેરિફ લાદવાની તૈયારીઓ કરી દીધી છે. કેનેડાએ જણાવ્યું છે કે, અમેરિકામાંથી આયાત થતી ૧રપ અબજ ડોલરની પ્રોડક્ટ્સ પર જવાબી ટેરિફ લાગુ કરશે. જેની શરૂઆત આજે મંગળવારથી જ શરૂ થશે. પ્રારંભિક સ્ટેજ પર ૩૦ અબજ કેનેડિયન ડોલર (ર૦.૬ અબજ ડોલર) ની અમેરિકન પ્રોડક્ટ્સ પર રપ ટકા ટેરિફ લાદશે. ત્રણ સપ્તાહમાં કુલ ૧રપ અબજ કેનેડિયન ડોલરની પ્રોડક્ટ્સ પર રપ ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે. અમેરિકાની સૌથી વધુ પ્રોડક્ટ્સ ખરીદતા દેશમાં કેનેડા અગ્રેસર છે. કેનેડા અમેરિકામંથી વાર્ષિક ધોરણે અંદાજે ૯૦૦ અબજ ડોલરની આયાત કરે છે. આ ટેરિફ વોરના કારણે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વણસી શકે છે. મેક્સિકો અને ચીને પણ અમેરિકા પર ટેરિફ લાદવાની જાહેરાત કરવાની સાથે ડબલ્યુટીઓમાં અમેરિકાના ટેરિફ વલણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial