Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યાર સુધી ગેરરીતિનો કોઈ કિસ્સો નહીં
ખંભાળીયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે સમગ્ર જિલ્લાના તમામ કેન્દ્રો પર ધો. ૧૦ ની તથા ધો. ૧ર વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે ચાલે છે તથા ત્રણ દિવસના પ્રશ્નપત્રોમાં ક્યાંય કોઈ ગેરરીતિ કે અનિચ્છનિય બનાવ બન્યો નથી.
ધો. ૧૦ ના સામાજિક વિજ્ઞાન વિષયમાં ૮રર હાજર તથા ૧૭૬ ગેરહાજર નોંધાયા હતાં. તથા સંસ્કૃત પ્રથમમાં ૩૬ હાજર તથા એક ગેરહાજર નોંધાયા હતાં. ધો. ૧ર માં સાયકોલોજી વિષયમાં ૧૪૩૦ હાજર અને ર૬ ગેરહાજર રહેલા તથા વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી વિષયમાં રરપ માંથી રરપ તમામ હાજર રહ્યાં હતાં. આગલા દિવસે ગણિત સ્ટાન્ડર્ડમાં ૩૩ર હાજર એક ગેરહાજર રહ્યાં હતાં. બેઝિક ગણિતમાં ૮ર૩૮ હાજર જ્યારે ૧૯૮ ગેરહાજર રહ્યાં હતાં હતાં. સંસ્કૃત પ્રથમા, ગણિતમાં ૩૬ હાજર ૧ ગેરહાજર રહ્યાં હતાં. જ્યારે નામાના વિષયમાં ર૦૬ર હાજર, ૧૪ ગેરહાજર રહ્યાં હતાં. જિલ્લા શિક્ષણાધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા પરીક્ષા કેન્દ્રોની મુલાકાતો લેવાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial