Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને જૂથના કુલ સાત સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા.૪ : ખંભાળિયામાં રવિવારે રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે કુલ સાત સામે ગુન્હો નોંધ્યો છે.
ખંભાળિયા શહેરના દ્વારકા નાકા પાસે વસવાટ કરતા અને કોન્ટ્રાક્ટનું કામ કરતા વિપુલભાઈ જયેન્દ્રભાઈ ઠાકર ના ભત્રીજા રવિવારે રાત્રે શ્રીનાથજી હવેલી નજીક ચોકમાં ફટાકડા ફોડતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા પઠાણપાળામાં રહેતા મોઈન, મકસુદ, તૌસિફ અને ફૂલકાંદ નામના ચાર શખ્સે ફટાકડાના અવાજથી પરેશાની થાય છે તેમ કહી બેઝબોલના ધોકા, લાકડીથી હુમલો કરી માર માર્યાે હતો. જેમાં વિપુલભાઈનો હાથ ભાંગી ગયો હતો. તેઓએ ચારેય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. તે ફરિયાદની સામે પઠાણ પાળામાં રહેતા મોઈન મકસુદ ભંડેરી નામના શખ્સે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ રવિવારની રાત્રે વિપુલ, કેવીન, જસ્મીન ફટાકડા ફોડતા હતા. ત્યારે મોઈન નીકળતા ત્યાંથી ન નીકળવાનું કહી બેઝબોલના ધોકાથી કેવીને હુમલો કરી અને જસ્મીને લાકડી ફટકારી મોઈન તથા તેના પિતા મકસુદ અને ભાઈ તૌસિફને માર મારી ગાળો ભાંડી હતી. પોલીસે બંને ફરિયાદ રજીસ્ટરે લઈ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial