Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા આયોજન મંડળની મળી બેઠક
ખંભાળિયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૭૪ જેટલા વિકાસના કાર્યો માટે ૬૨૭.૫૯ લાખના કામોને મંજુરી અપાઈ હતી. આ બેઠકમાં જનહિત પ્રશ્નોને અગ્રતા ધોરણે પૂર્ણ કરવા તાકીદ કરતા પ્રભારી મંત્રી બાવળિયાઓ અગાઉના બાકી કામો તાકીદે પૂરા કરવા તાકીદ કરી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ મંત્રી મૂળુભાઇ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરીમાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ના (વિવેકાઘીન જોગવાઇ (સામાન્ય), (અનુ.જાતી પેટા યોજના), ૫% પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા) વગેરે યોજનાઓમાં વિકાસના ૧૭૪ કામો માટે રૂા ૬૨૭.૫૯ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિઘ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧ થી વર્ષ ૨૦૨૩ -૨૪ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદ સભ્ય, ધારાસભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
પ્રભારી મંત્રીએ અધિકારીઓને જનવિકાસ કાર્યોને સમયસર શરૂ કરી દેવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી આઈ.જી.પટેલ દ્વારા સંકલિત માહિતી રજૂ કરાઈ હતી.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી મૂળુભાઈ બેરા, કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નગર પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી સહિત પદાધિકારીઓ, અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial