Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા ચાર મહિનામાં ૨૭ ટકા રિટર્નઃ ખરીદી ઘટીઃ વેચાણ વધ્યું
જામનગર/મુંબઈ તા. ૨૨: સોનાના ભાવોમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે અને ૧૦ ગ્રામ સોનાના ભાવ રૂ. ૧,૦૨,૦૦૦ને પાર પહોંચ્યા છે.
સોનાના ભાવે ૧ લાખ રૂપીયાની મેજીક સપાટી વટાવ્યા બાદ તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે વધુ ૨૦૦ રૂ. નો ઉછાળો થતા સોનાના ભાવે ૧,૦૨,૨૦૦ ની નવી સપાટી બનાવી છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજાબી તેજીને પગલે આજે બજારમાં સોનામાં વધુ ૨૦૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ) ૧,૦૦,ર૦૦ ભાવ પહોંચ્યા છે.
સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ર૦,૦૦૦ રૂ. વધી ગયા છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૦,૦ર,૦૦૦ હતા તે વધીને ૧૦,૨ર,૦૦૦ થયા છે. ચાંદીના ભાવમાં ખાસ કોઇ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૮,પ૦૦ રૂ. હતા.
અમેરીકાના પ્રમુખ ટ્રમ્પની ટેરીફ નીતી બાદ સોનાના ભાવમાં રોકેટ ગતીએ ઉછાળો થયો છે. ટ્રમ્પની ટેરીફ નીતી જાહેર થઇ ત્યારે સોનુ ૧૦ ગ્રામના ભાવ ૮પ,૦૦૦ રૂ. હતા. છેલ્લા એક માસમાં સોનામાં ૧૦ ગ્રામે ૧૭,૦૦૦ અને સોનાના બિસ્કીટે ૧,૭૦,૦૦૦ નો તોતીંગ ઉછાળો થયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.
સોનાના ભાવે ૧ લાખની સપાટી વટાવતા ગરીબ વર્ગ માટે સોનુ ખરીદવું મુશ્કેલ બન્યું છે. સોનાના ભાવો હાઇએસ્ટ સપાટીએ પહોંચતા ઝવેરીબજારમાં નવી ખરીદી ઠપ્પ થઇ ગઇ છે. બીજી બાજુ સોનાના ભાવો વધતા જુના દાગીનાનું મોટા પાયે વેચાણ થઇ રહયું છે.
ટેરિફવોરના કારણે અમેરિકામાં ફુગાવો વધવાનું જોખમ વધ્યું છે. જેનાથી આર્થિક મંદીના વાદળો ઘેરા બન્યા છે. આ પડકારો વચ્ચે હાલમાં જ ટ્રમ્પે ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની ટીકા કરતાં કહૃાું કે, જો તેઓ વ્યાજના દરોમાં ઘટાડો નહીં કરે તો અમેરિકામાં મંદી આવશે. પરંતુ ફેડએ અગાઉ જ નિવેદન આપી દીધુ હતું કે, તેઓ વર્તમાન ટેરિફના માહોલમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવાની ઉતાવળ કરશે નહીં. ટેરિફના કારણે દેશમાં ફુગાવો ફાટી નીકળવાની શક્યતાઓ વધી છે. અમેરિકામાં મંદીની ભીતિ સુનિશ્ચિત થતાં સોના-ચાંદીમાં ખરીદી વધી છે.
વૈશ્વિક પડકારો અને ફેડ તથા ટ્રમ્પ વચ્ચેના વિવાદના કારણે ડોલર ઈન્ડેક્સ સતત તૂટી રહૃાો છે. ૨ એપ્રિલે ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાતથી જ ડોલર નબળો પડ્યો છે. જેના લીધે ડોલર ઈન્ડેક્સ ૧૦૯ના રેકોર્ડ લેવલથી કડડભૂસ થઈ ૯૮.૨૭ થયો છે. રૂપિયો આજે ડોલર સામે ૩૪ પૈસા સુધરી ૮૫.૦૯ પર ટ્રેડ થઈ રહૃાો હતો. જેના લીધે બુલિયનમાં ખરીદી વધી છે.
ડ્રેગન અને અમેરિકા વચ્ચે ટ્રેડવોર, અન્ય દેશો પર ટેરિફવોરના કારણે વૈશ્વિક સ્તરે મંદીના સંકટ વચ્ચે ચીન, ભારત, યુરોપ સહિતની સેન્ટ્રલ બેન્કોએ સોનામાં ખરીદી વધારી છે. સંસ્થાકીય રોકાણકારો દ્વારા પણ વર્તમાન પડકારોમાં હેજિંગ માટે સોના-ચાંદીમાં રોકાણ વધ્યું છે. જેના લીધે કિંમતી ધાતુની માગ વધતાં સોના-ચાંદીના ભાવ વધી રહૃાા છે.
જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ, આર્થિક અનિશ્ચિતતાઓ સર્જાય છે, ત્યારે મોટાભાગના રોકાણકારો અને સેન્ટ્રલ બેન્કો સેફહેવન તરફ ડાયવર્ટ થાય છે. વર્તમાન પડકારોના કારણે વૈશ્વિક સ્તરે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી છે. મોટો કડાકો નોંધાતા સોના-ચાંદીની માગ વધી છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં અમદાવાદમાં સોનાનો ભાવ રેકોર્ડ લેવલ સામે ૨૬.૪૩ ટકા વધ્યો છે. જે ૩૧ ડિસેમ્બરે રૂ. ૭૮૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ બોલાઈ રહૃાો હતો. જે ગઈકાલે રૂ. ૯૯૫૦૦ થયો છે. ચાંદીમાં પણ ૧૨.૧૪ ટકા રિટર્ન છૂટી રહૃાું છે. એપ્રિલ મહિનામાં જ સોનાના ભાવમાં રૂ. ૬૦૦૦નો ઉછાળો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial