Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળિયા તા. ૨૨: પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા મંત્રી મૂળુભાઈ બેરા હસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ વિકાસ વાટિકા પુસ્તિકામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન પ્રસ્તુત કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલ આયોજન મંડળની બેઠકમાં પ્રભારી મંત્રી તેમજ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઇ બાવળિયા તેમજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જના મંત્રી મૂળુભાઇ બેરાના હસ્તે જિલ્લા માહિતી કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા સંપાદિત અને જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા સંકલિત કરાયેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત 'વિકાસ વાટિકા' પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, આ 'વિકાસ વાટિકા' પુસ્તિકામાં વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યોને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ, જિલ્લાનો સંક્ષિપ્ત ઈતિહાસ, પ્રવાસન સ્થળો, લોકમેળાઓ, સાંસ્કૃતિક વનો, જિલ્લામાં થયેલા વિવિધ લોકાર્પણ/ખાતમુહૂર્ત, વિકાસ કાર્યો સહિતની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પુસ્તિકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અભ્યાસુઓ માટે ખૂબ જ ઉપયોગી પ્રકાશન બની રહેશે. વિકાસ વાટિકા વિમોચન પ્રસંગે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા પંચાયતના સદસ્યો, અગ્રણીઓ, અધિકારીઓ, કર્મચારીઓ સહિતના ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial