Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દ્વારા
ખંભાળિયા તા.રર : દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ મશરીભાઈ કરમુર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા સિંચાઈ મંત્રી તથા ખંભાળિયાના ધારાસભ્ય, રાજ્યમંત્રીને લેખિત રજૂઆત કરી સૌની યોજના હેઠળ કંડોરણા ડેમમાં પાણી આપવા તથા આ ડેમને જોડવા માગણી કરવામાં આવી છે.
તેમણે જણાવેલ કે, ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે કંડોરણા ડેમ આવેલો છે. જેની નજીકમાંથી જ સૌની યોજનાની પાણીની લાઈન જાય છે. જો કંડોરણા ડેમનો સૌની યોજનામાં સમાવેશ કરીને આ ડેમમાં પણ પાણી નાખવામાં આવે તો આ ડેમની નજીકના કંડોરણા, બજાણા, કોલવા, લાખાસર વિ. ગામોના બારસો જેટલા ખેડૂતોની ચારેક હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે તેમ છે તથા ચોમાસા ઉપરાંત શિયાળુ પાક માટે પણ આ ડેમનું પાણી ઉપયોગી થાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial