Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ ઈન્ડ. દ્વારા સિકકામાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયોઃ ૧૪૪૭ દર્દીઓએ લીધો લાભ

અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે આરોગ્ય અભિયાન હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મોટીખાવડી આરોગ્ય કેન્દ્ર દ્વારા સિક્કા સેકન્ડરી સ્કૂલમાં અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે યોજાયેલ આ કેમ્પમાં આસપાસના ગામોમાંથી ૧,૪૪૭ દર્દીઓએ મફત તબીબી સલાહ અને સંપૂર્ણ સારવારની સુવિધા મેળવી હતી. જામનગરના ૧૭ પ્રખ્યાત સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ આ કેમ્પ માટે પોતાની કીમતી સેવા આપી હતી.

કેમ્પમાં તબીબી સલાહ ઉપરાંત, જરૂરી જણાય તે દર્દીઓને દવાઓનું વિતરણ, લેબોરેટરી પરીક્ષણ અને ઈસિજી પણ કરવામાં આવ્યું હતું.  વિશેષ નોંધનીય છે કે, ૩૦ દર્દીમાં મોતિયાબિંદ તથા ૫ દર્દીમાં પીસીઓ (બીજા તબક્કાનો મોતિયો) માલુમ પડતાં, તેમને 'પ્રોજેક્ટ દૃષ્ટિ' હેઠળ જામનગરમાં નિઃશુલ્ક ઓપરેશન કરાવી આપવામાં આવશે. આ કેમ્પમાં નેત્ર રોગના ૪૨૫, સ્ત્રી રોગોના ૩૮, હાડકાંના રોગોના ૨૬૭, ચામડીના રોગોના ૨૫૪, બાળરોગના ૯૭, નાક-કાન-ગળાના રોગોના ૧૨૪ અને જનરલ ફિઝિશિયનના ૨૬૭ દર્દીઓને લાભ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સમાજમાં આરોગ્ય સંભાળને સરળતાથી ઉપલબ્ધ કરવાની અવિરત પ્રતિબદ્ધતા અને વધુ સ્વસ્થ સમુદાય નિર્માણ માટેની નેમને સાર્થક કરવા છેલ્લા બે દશક કરતાં વધુ સમયથી યોજાતી આ સર્વ રોગ નિદાન  સારવાર કેમ્પની પ્રવૃત્તિને ધનરાજ નથવાણીએ વધુ સઘન અને પરિણામલક્ષી બનાવી છે.

આ વ્યાપક આરોગ્ય અભિયાનને સફળ બનાવવા સ્થાનિક ગામોના સ્વયંસેવકોની નિષ્ઠાપૂર્વકની સેવાઓ પ્રાપ્ત થઈ હતી, જેમણે  દિવસ દરમિયાન આનુષાંગિક વ્યવસ્થાઓ સંભાળી અને તબીબી ટીમને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh