Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જુનાગઢ અને ચિત્રકુટ (એમ.પી.)માં આયુર્વેદિક સંશોધનના એમઓયુ

રાજયપાલ-આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં આયુર્વેદના ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૨૨: ગુજરાત આયુર્વેદ યુનિવસિર્ટીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા પદવીદાન સમારંભ દરમિયાન જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા સદ્ગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ-ચિત્રકુટ સાથે આયુર્વેદિક સંશોધન અંગે એમઓયુ પણ થયા હતાં.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહમાં વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી. ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી, એમ.એસ. અને પીએચ.ડી.ના મળી ૧૮૪૧ વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડોકટરેટ ઓફ લીટરેટર આયુર્વેદની ઉપાધિ એનાયત કરવામાં આવી હતી. સાથે જ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અભ્યાસમાં ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ અવસરે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદને જોડી એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોધન વિકસાવવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ. આયુર્વેદ અને અન્ય વિદ્યાશાખાઓના સંયોજનથી સમાજ ઉત્કર્ષ અને માનવવિકાસના નૂતન દ્વાર ખુલશે.

પદવીદાન કરેલ વિદ્યાર્થીઓને શીખ આપતાં રાજ્યપાલે જણાવ્યું હતું કે, આગામી કારકિર્દીમાં આજે અહીં લીધેલા સંકલ્પને સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરજો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ, પ્રાકૃતિક ચિકિત્સા તેમજ પરંપરાગત વિદ્યાને ઉત્તેજન આપવા પ્રયત્નશીલ છે, ત્યારે તમે સૌ પણ આયુર્વેદ પર અતૂટ વિશ્વા મુકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધો, આ વિદ્યા થકી માનવતાનું કલ્યાણ થાય અને લોકો રોગમુકત બને તે દિશામાં કામગીરી કરજો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા ઉચ્ચ અને તકનીકી શિક્ષા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પદવી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયુર્વેદને ગ્લોબલ બનાવવાના પ્રયાસોને કારણે વિશ્વના અનેક દેશોએ આયુર્વેદની સ્વીકૃતિ કરી છે. લોકોને આયુર્વેદ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આજે પદવી મેળવી વૈદ્ય બનનાર સૌ વિદ્યાર્થીઓનું છે. ગુજરાતમાં આયુર્વેદિક સારવાર લઈ રહેલા લોકોમાં થઈ રહેલો વધારો સૂચવે છે કે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ આપણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ છે. જે જાળવી રાખવા માટે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી ગુજરાત સરકાર પણ અનેક પગલાં લઈ રહી છે.

આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો સર્વ દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, અગ્રણી બીનાબેન કોઠારી, આયુષ નિયામક જયેશ પરમાર, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠકકર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ફુલપતિ વૈદ્ય નરેશભાઈ જૈન, કુલસચિવ ડો. અશોક ચાવડા, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવ મયંક સોની, આઈ.ટી.આર.એના નિયામક તનુજા નેસરી, સિનિયર પ્રોફેસર અનુપ ઈન્દોર્ય, અગ્રણીઓ, પ્રોફેસરો તેમજ મોટી સંખ્યામાં પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh