Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ૧૦૦ ટકા કેવાયસી સહિતના મુદ્દે ચર્ચા

જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. તેમાં વિવિધ મુદ્દે ચર્ચા-પરામર્શ કર્યા હતાં.

જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેશનકાર્ડ લાભાર્થીઓનું ૧૦૦ ટકા ઈ-કેવાયસી કરાવવા બાબત, નવી વાજબી ભાવની દુકાનો શરૂ કરવા, બ્રાન્ચ મર્જ કરવા બાબતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં મામલતદારની કચેરીઓ તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તાર, મહાપ્રભુજીની બેઠક, જામનગર ગ્રામ્યમાં ઠેબા, જીવાપર, મોરકંડા, જોડિયામાં જોડિયા-૧ અને નંદાણા, જમજોધપુરમાં શેઠવડાળા અને ઈશ્વરિયામાં ખોલવાપાત્ર થતી વાજબી ભાવની દુકાનો અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, સરકારના ધારાધોરણો મુજબ વાજબી ભાવની દુકાનો ખોલવા માટે વસતિના ધોરણોમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦૦ ની વસતિમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ મેઠળ સમાવિષ્ટ લઘુતમ ૭પ ટકા જનસંખ્યા પર એક દુકાન તથા શહેરી વિસ્તારમાં ૭પ૦૦ ની વસતિમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-ર૦૧૩ હેઠળ સમાવિષ્ટ લઘુતમ ૪૮ ટકા જનસંખ્યા પર એક દુકાન ખોલવાની રહે છે.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા, નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેર, જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડ તથા કમિટીના સભ્યો હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh