Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહમંત્રાલયે જાહેર કર્યુ છે એલર્ટ
નવી દિલ્હી તા. ૨૨: રૂપિયા ૫૦૦ના દરની નવી નકલી નોટ બજારમાં આરામથી ફરી રહી હોવાથી લોકોને સતર્ક કરવા ગૃહ મંત્રાલયે નકલી નવી નોટો અંગે હાઈએલર્ટ જારી કર્યું છે. આ ચેતવણી મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓ જેમ કે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન, નેશનલ ઈન્વસ્ટગેશન એજન્સી, સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને અન્યને જારી કરવામાં આવી છે. તે આ નકલી નોટો અને અસલી નોટો વચ્ચેની સમાનતા વિશે પણ ચેતવણી આપે છે.
એક અહેવાલ મુજબ, નકલી નોટો અંગેનો સલામતી પરિપત્ર સેબી, ડીઆરઆઈ, સીબીઆઈ અને એનઆઈએ સહિત અનેક એજન્સીઓ સાથે શેર કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે નકલી નોટો છાપકામ અને ગુણવત્તા બંનેની દૃષ્ટિએ અસલી નોટો જેવી જ છે. આનાથી એજન્સીઓ માટે નકલી નોટો ઓળખવામાં મુશ્કેલી પડે છે. ૫૦૦ રૂપિયાની નકલી નોટો લગભગ અસલી નોટો જેવી જ દેખાય છે, પરંતુ આ નકલી નોટોમાં એક ખામી છે જે મદદથી તમે તેમને ઓળખી શકો છો. ફરક ફકત એટલો જ છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સ્પેલિંગમાં ઈ ને બદલે એ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial