Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંબર માર્ગે રેમ્પ બનાવવાનું હાલ તુરંત મુલતવીઃ ફલાય ઓવરબ્રીજના કામમાં સ્ટાર રેટ ચૂકવાશે
જામનગર તા. ૨૨: જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડગ કમિટીની બેઠકમાં રૂપિયા ૫૮ કરોડ ૧૧ લાખના વિવિધ ખર્ચને મંજૂરી આપવામાં આવી જ્યારે શહેરના નિર્મણાધીન ફાલાયઓવર બ્રિજમાં સ્ટાર રેટ ચૂકવવામાં વધુ રૂપિયા ૩૩ લાખ ૭૮ હજારના ખર્ચને મંજુર કરાયો હતો. જ્યારે અંબર સિનેમા તરફના સ્લોપ ને હાલ પૂરતો મુલત્વી રાખવા નિર્ણય લેવાયો હતો.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમીશનર ડી.એન.મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમીશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે હાજર રહૃાા હતા.
સાત રસ્તા સર્કલથી દિગ્મામ સર્કલમાં સેન્ટ્રલ લાઈટીંગ સ્ટ્રેન્ધનીંગ વર્ક અન્ય સ્થળે ફેરબદલ કરવા અંગે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને હવે આ કામ રોઝી પેટ્રોલ પંપથી સત્યમ કોલોની અન્ડર બ્રિજ સુધી કરવામાં આવશે.
જામનગર મહાનગર સેવા સદનની લાઈટ શાખાની મેઈન્ટેનન્સ કામગીરી માટે ઈલેકટ્રીક લાઈટ આઈટમ ખરીદ કરવા ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ અન્વયે રૂ. ૩૦ લાખ, જામનગર મહાનગરપાલિકાના જુદા-જુદા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક માટેના કન્સલ્ટન્ટ એમ્પેનલમેન્ટ કરવાનું કામ અંગે કમીશનરની દરખાસ્ત અન્વયે પ્રોજક્ટની રકમ અનુસાર અલગ-અલગ કેટેગરીમાં નિયત થયેલ કન્સ્લટન્સી ચાર્જ ચુકવવા અંગેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
જામનગર શહેરના રોડના પોટહોલને કોલ્ડ ઈમલસન ઈન્જેકશન પોટહોલ પેચીંગ મશીન મીકેનીકલ મેથડ થી રીપેર કરવાનું કામ અંગે રૂ. ૧૨૧.૪૨ લાખનું ખર્ચ મંજુર કરાયું હતું. જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં રે.સ.નં.૨૭૭ તેમજ વિભાપર ગામના જુદા-જુદા સર્વે નંબર જોડતો બ્રીજ રંગમતી નદી પર બનાવવાના કામ માટે રૂ. ૨૬૭.૩૬ લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુ સુધી ફલાયઓવર બ્રીજ બનાવવાના કામે ટેન્ડર કલોઝ તથા રાજય સરકારના જી.આર. મુજબ સ્ટાર રેઈટ, જી.એસ.ટી. ડીફરન્સ અને પ્રાઈઝ એસ્કેલેશન મંજુર કરવા અંગે કમીશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂ. ૩૩૭૮.૩૦ લાખ મંજુર કરવા માં આવ્યા હતા. આ ઓવર બ્રીજ અન્વયે અંબર જંક્શન પાસે જે રેમ્પ બનાવવાનો થાય છે. અને ડીઝાઇન મુજબ જે પ્રોવીઝન કરેલ છે. તે રદ કરવાને બદલે આ બાબતે રેલ્વે સાથે કરવામાં આવેલ પત્ર વ્યવહાર અન્વયે રેલ્વે વિભાગ તરફથી જમીન ઉપલબ્ધ થયે આ રેમ્પ બનાવવા અંગે ની કાર્યવાહી હાથ ધરવાની રહેશે અને હાલે આ કામ મુલત્વી રાખવા નિર્ણય લેવાયો હતો.
સપ્લાય ઓફ ૧૦૦ થી ૩૦૦ એમ.એમ. ડાયા કે-૭ કલાસ ડી.આઈ. સી.એલ.પાઈપ્સ (વીથ રબ્બર ગાસ્કેટ) કન્ફમીંગ ટુ આઈ.એસ. બીયરીંગ એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસના ૧ વર્ષ ના કામ અંગે રૂ. ૪૯૫.૫૫ લાખ, મહાપ્રભુજીની બેઠક ઝોન વિસ્તારમાં સ્ટ્રેનધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના ૨ વર્ષ માટે કામ અંગે રૂ.૨૧.૫૫ લાખ, નવાગામ ઘેડ ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી./બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના ૨ વર્ષ માટે કામ અંગે રૂ. ૨૪.૦૮ લાખ, જ્ઞાનગંગા ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના ૨ વર્ષ માટે કામ અંગે રૂ. ૨૨.૯૭ લાખ , શહેર ઝોન - ૨ માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના કામે અન્વયે રૂ. ૧૯.૪૮ લાખ નો ખર્ચ મંજુર કરાયો હતો.
જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આવે સ્વીમીંગ પુલના કોમ્પ્રેહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ કરવાના કામ અંગે રૂ. ૪.૯૭ લાખ, શહેર ઝોન-૨ માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાના મજુરી કામના ૨ બે વર્ષ માટે રૂ. ૭૭.૩૧ લાખ મંજુર, શહેર ઝોન-૧ માં જુદી જુદી ડી.આઈ. પાઈપ લાઈન નાખવાના મજુરી કામના ૨ બે વર્ષના કામ અંગે રૂ. ૭૮.૦૫ લાખ, જામનગર શહેરના ઝોન - ૧ વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વાલ્વ રીપેરીંગ કરવાના કામ અન્વયે બીજા વર્ષનું ખર્ચ રૂ. ૭.૩૫ લાખની મંજુર રાખવામાં આવ્યું હતું. જામનગર શહેરના ઝોન - ૨ વિસ્તાર માં અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વાલ્વ રીપેરીંગ કરવાના કામ અંગે બીજા વર્ષનું ખર્ચ રૂ. ૪.૨૦ લાખ મંજુર કરાયું હતું.
આંતરમાળખાકીય સુવિધાની વર્ષ ૨૦૨૪-૨૫ વોર્ડ નં. ૨ મોમાઈનગર શેરી નં. ૧, ૨, ૩ અને ૪ થી શાળા નં. ૪૦ની બાજુમાં આવેલ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂ. ૪૨.૭૭ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૩) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઇસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૪) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઇસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોડ (પેવર બ્લોક)ના કામ અંગે રૂ. ૧૦૦ લાખનું ખર્ચ, વોર્ડ નં. ૨ મચ્છરનગર માં બાપા સીતારામની મઢુલીથી મોમાઈનગર થઈ ગાંધીનગર હરીઓમ પાન થઈ ઇચ્છેશ્વર મહાદેવનું મંદિર થઈ ખોડીયાર હોલની બાજુમાં આવેલ પુલીયા સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૧૪૦.૮૦ લાખ નું ખર્ચ, વોર્ડ નં. ૨માં ધરારનગર-૨ બાપા સીતારામની મઢુલી થી શહીદી હોટલ થઇ ને દાતારી પાન સુધી સી.સી. રોડના કામ અંગે રૂ. ૭૫.૨૦૭ લાખના ખર્ચને મજુરી આપવામાં આવી હતી.
મિકેનીકલ પાવર વેકયુમ સકશન બેઝડ લીટર પીકર મશીન (નંગ-૩) સપ્લાય તથા ૩ વર્ષ ના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સહિતના કામ અંગે કમિશ્નર ની દરખાસ્ત અન્વયે રૂ. ૫૦૪.૮૯ લાખ મંજુર કરવામાં આવ્યા હતા.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના અલગ-અલગ ઢોર ડબાઓમાં સુકો ઘાસચારો સપ્લાય કરવાના કામ અંગે રૂ. ૯૦ લાખ અને અન્ય વધુ એક દરખાસ્ત અન્વયે રૂ.૩૦૦ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. જામનગર મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવન માં એકસ આર્મીમેન ગાર્ડ તથા મહિલા ગાર્ડ ની સેવાઓ તા. ૦૧-૦૪-૨૦૨૫ થી તા. ૩૦-૦૬-૨૦૨૫ સુધી મુદત લંબાવવા તથા વધારાના ખર્ચ અંગે રૂ. ૫ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાંથી પસાર થતી રંગમતી નદીના રીવર રેજુવનેશન બાબતે વાહનો ભાડે રાખવાની દરખાસ્તની સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. આમ આજની બેઠક મા કુલ રૂ. રૂ. ૫૮ કરોડ ૧૧ લાખના ખર્ચની જુદી જુદી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial